Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કર્ણાટકે ૫૭ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી, પણ મયંક અગરવાલની સદીથી મૅચમાં વાપસી કરી

કર્ણાટકે ૫૭ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી, પણ મયંક અગરવાલની સદીથી મૅચમાં વાપસી કરી

Published : 27 February, 2026 12:16 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણજી ટ્રોફી ફાઇનલ : જમ્મુ ઍન્ડ કાશ્મીરના ૫૮૪ રન સામે કર્ણાટકે પાંચ વિકેટે ૨૨૦ રન કર્યા, હજી ૩૬૪ રન પાછળ

કે. એલ. રાહુલ સહિત કર્ણાટકના સ્ટાર બૅટર્સની વિકેટ લેવાની ઉજવણી કરતો ફાસ્ટ બોલર આકિબ નબી.

કે. એલ. રાહુલ સહિત કર્ણાટકના સ્ટાર બૅટર્સની વિકેટ લેવાની ઉજવણી કરતો ફાસ્ટ બોલર આકિબ નબી.


હુબલીમાં રમાતી રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬ની ફાઇનલ મૅચ રોમાંચક મોડ પર પહોંચી ગઈ છે. જમ્મુ ઍન્ડ કાશ્મીરે ૧૭૩.૧ ઓવરની રમતમાં ૬ બૅટર્સના ફિફ્ટી પ્લસના સ્કોરના આધારે ઑલઆઉટ થઈને પહેલી ઇનિંગ્સમાં ૫૮૪ રન કર્યા હતા. કર્ણાટકના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ ૩૪.૧ ઓવરમાં ૯૮ રન આપીને સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. મયંક અગરવાલની ૨૧મી ફર્સ્ટ-ક્લાસ સદીની મદદથી કર્ણાટકે ત્રીજા દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં ૬૯ ઓવરમાં પાંચ વિકેટે ૨૨૦ રન નોંધાવ્યા હતા. પહેલી વખતની ફાઇનલિસ્ટ જમ્મુ ઍન્ડ કાશ્મીર પાસે હજી ૩૬૪ રનની લીડ બચી છે.


મયંક અગરવાલે ૨૦૭ બૉલમાં ૧૭ ફોરની મદદથી ૧૩૦ રન કરીને કર્ણાટકની લાજ બચાવી હતી



જમ્મુ ઍન્ડ કાશ્મીરના બોલિંગ-આક્રમણના તરખાટ વચ્ચે કર્ણાટકે ૧૮ ઓવરમાં ૫૭ રનના સ્કોરે ૪ વિકેટ ગુમાવી દીધી હતી. કે. એલ. રાહુલ ૩૯ બૉલમાં ૧૩ રન, કરુણ નાયર ૯ બૉલમાં ઝીરો, સ્મરણ રવિચન્દ્રન ૧ બૉલમાં ઝીરો અને કૅપ્ટન દેવદત્ત પડિક્કલ ૧૦ બૉલમાં ૧૧ રન કરીને આઉટ થયા હતા. ઓપનર મયંક અગરવાલ ૨૦૭ બૉલમાં ૧૭ ફોર ફટકારીને ૧૩૦ રને અણનમ રહ્યો હતો. વિકેટકીપર-બૅટર કૃતિક ક્રિષ્ના ૭૫ બૉલમાં ૨૭ રન કરીને રમી રહ્યો છે. જમ્મુ ઍન્ડ કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબીએ ૧૪ ઓવરમાં ૩૨ રન આપીને ૩ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર સુનીલ કુમાર અને યુદ્ધવીર સિંહને પણ ૧-૧ સફળતા મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2026 12:16 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK