સાઉથ આફ્રિકા T20 વર્લ્ડ કપ 2026ની સૌથી મૂર્ખ ટીમ હતી, પોતાની સામે વેસ્ટ ઇન્ડીઝને જીતવા દીધું હોત તો ભારત આઉટ થઈ ગયું હોત : માઇકલ વૉન
માઇકલ વૉન
ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉન માને છે કે તાજેતરમાં પૂર્ણ થયેલા T20 વર્લ્ડ કપ 2026માં સેમી-ફાઇનલ સુધી અજેય રહેલી સાઉથ આફ્રિકા સૌથી મૂર્ખ ટીમ હતી. એઇડન માર્કરમની ટીમની ભૂલોને કારણે ભારતને ટાઇટલ ડિફેન્ડ કરવામાં મદદ મળી હોવાનો દાવો માઇકલ વૉન કરી રહ્યો છે.
માઇકલ વૉને કહ્યું હતું કે ‘આ ટુર્નામેન્ટમાં મને સૌથી મૂર્ખ ટીમ કોણ લાગે છે? સાઉથ આફ્રિકા. કારણ કે જો સાઉથ આફ્રિકા વેસ્ટ ઇન્ડીઝ સામે સુપર 8માં હારી ગયું હોત તો કૅરિબિયન ટીમ સેમી-ફાઇનલમાં આવી ગઈ હોત અને ભારત ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હોત. સાઉથ આફ્રિકાએ એ મૅચ જીતીને ભારત જેવી મજબૂત ટીમને આગળ વધવાની તક આપી અને તેમણે વેસ્ટ ઇન્ડીઝ સામે ક્વૉર્ટર ફાઇનલ જેવી મૅચમાં બાજી મારી. જો તમારે વર્લ્ડ કપ જીતવો હોય તો શ્રેષ્ઠ ટીમને વહેલી બહાર કરી દેવી જોઈએ.’
