બંગલાદેશ સામે શાનદાર પર્ફોર્મન્સ બાદ મિચલ સ્ટાર્ક ૧૫ વર્ષની ટેસ્ટ-કરીઅરમાં પહેલી વાર વર્લ્ડ નંબર વન ટેસ્ટ બોલર બન્યો છે. ૮૭૨ રેટિંગ પૉઇન્ટ સાથે તેણે જસપ્રીત બુમરાહને પાછળ છોડ્યો છે.
મિચલ સ્ટાર્ક અને જસપ્રીત બુમરાહ
બંગલાદેશ સામેની સિરીઝમાં કમાલના પર્ફોર્મન્સ સાથે ઑસ્ટ્રેલિયન પેસબોલર મિચલ સ્ટાર્ક ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ટૉપ ટેન બોલરોમાં સામેલ થઈ ગયો હતો. આ કમાલના લીધે તેના રૅન્કિંગમાં ફાયદો થયો છે અને ૧૫ વર્ષની ટેસ્ટ-કરીઅરમાં પહેલી વાર તે વર્લ્ડ નંબર વન બની ગયો છે. આ સાથે છેલ્લાં અઢી વર્ષથી ટેસ્ટ-બોલરોના બાદશાહ બુમરાહે તેનું સિંહાસન ખાલી કરવું પડ્યું હતું. ફિટ ન હોવાથી શ્રીલંકા સિરીઝ ગુમાવવાનું બુમરાહને ભારે પડ્યું છે.
સ્ટાર્ક ૮૭૨ પૉઇન્ટ સાથે ત્રીજાથી પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. બુમરાહ ૮૬૨ પૉઇન્ટ સાથે બીજા અને ન્યુ ઝીલૅન્ડનો મૅટ હેન્રી ૮૬૧ પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમાંકે છે. સ્ટાર્કે ૧૦૭ ટેસ્ટમાં કુલ ૪૪૫ વિકેટ લીધી છે.
