જૂન ૨૦૨૨માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર મિતાલી રાજ પાસે ૨૦૨૩માં પહેલી વિમેન્સ પ્રીમિયર લીગમાં રમવાનો વિકલ્પ હતો પણ તે નહોતી રમી.
મિતાલી રાજ
ભારત માટે ૨૩ વર્ષ સુધી ક્રિકેટ રમનાર મિતાલી રાજે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં પોતાની ભાગીદારી વિશે મોટો ખુલાસો કર્યો છે. જૂન ૨૦૨૨માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર મિતાલી રાજ પાસે ૨૦૨૩માં પહેલી વિમેન્સ પ્રીમિયર લીગમાં રમવાનો વિકલ્પ હતો પણ તે નહોતી રમી.
૪૩ વર્ષની મિતાલી રાજે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘WPL ની જાહેરાત મારી નિવૃત્તિ પછી તરત જ કરવામાં આવી હતી. મારી પાસે રમવાનો વિકલ્પ હતો, પરંતુ મેં વ્યક્તિગત કારણોસર ન રમવાનું નક્કી કર્યું. મને આ નિર્ણય અંગે કોઈ અફસોસ નથી. હું ગુજરાત જાયન્ટ્સમાં મેન્ટર-કમ-સલાહકાર તરીકે જોડાઈ હતી.’
ભારતીય વિમેન્સ ક્રિકેટ વિશે વાત કરતાં મિતાલી રાજે કહ્યું કે ‘મને ખરેખર લાગે છે કે ભારતીય વિમેન્સ ક્રિકેટની જૂની પેઢી અને વર્તમાન પેઢી વચ્ચેની કડી બનવામાં મારી ખાસ ભૂમિકા હતી. તમારે એ ભૂમિકા ભજવવા માટે કોઈની જરૂર છે અને કદાચ એ મારી સફર હતી. આટલા લાંબા સમય સુધી રમવાનો હેતુ એ જ હતો.’
