તેમનાં નામ પર અનુક્રમે એક સ્ટૅન્ડ અને એક ગેટ વિશાખાપટનમના સ્ટેડિયમમાં રાખવામાં આવ્યાં
ICC પ્રમુખ જય શાહ, BCCI પ્રેસિડન્ટ મિથુન મન્હાસ અને સચિવ દેવજિત સૈકિયાની હાજરીમાં મિતાલી રાજ સ્ટૅન્ડ અને રવિ કલ્પના ગેટનું અનાવણ કરવામાં આવ્યું હતું
આંધ્ર ક્રિકેટ અસોસિએશન (ACA) દ્વારા ભારતની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર મિતાલી રાજ અને રવિ કલ્પનાનું મોટું સન્માન આપવામાં આવ્યું. તેમનાં નામ પર અનુક્રમે એક સ્ટૅન્ડ અને એક ગેટ વિશાખાપટનમના સ્ટેડિયમમાં રાખવામાં આવ્યાં. ભારત-ઑસ્ટ્રેલિયાની વિમેન્સ વન-ડે મૅચ પહેલાં ICC પ્રમુખ જય શાહ, BCCI પ્રેસિડન્ટ મિથુન મન્હાસ અને સચિવ દેવજિત સૈકિયાની હાજરીમાં મિતાલી રાજ સ્ટૅન્ડ અને રવિ કલ્પના ગેટનું અનાવણ કરવામાં આવ્યું હતું.
આંધ્ર પ્રદેશની રવિ કલ્પના ઇન્ટરનૅશનલ લેવલ પર સાત મૅચ રમી છે જ્યારે ભારત માટે ૩૩૩ મૅચ રમનાર મિતાલી રાજ આંધ્ર પ્રદેશની વિમેન્સ ટીમની મેન્ટર રહી ચૂકી છે. ભારતીય વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ આ વર્ષે એક પૅનલ-ચર્ચા દરમ્યાન મુખ્ય રમતગમત સ્થળોએ મહિલા ક્રિકેટરોનાં નામનાં સ્ટૅન્ડ્સની ગેરહાજરી તરફ ધ્યાન દોર્યું હતું. તેને ધ્યાનમાં લઈને આંધ્ર પ્રદેશ સરકારે રાજ્યના સ્ટેડિયમમાં પહેલી વખત વિમેન્સ ક્રિકેટરો માટે આ મોટા સન્માનની પહેલ કરી છે.

