લખનઉની એક મહિલાએ ક્રિકેટર મોહમ્મદ શમીના નાના ભાઈ મોહમ્મદ કૈફ પર લગ્નનું વચન આપીને બળાત્કાર કરવાનો આરોપ મૂક્યો છે. મહિલાના જણાવ્યા મુજબ બન્નેની ઓળખાણ 2020માં ઇન્સ્ટાગ્રામ પર થઈ હતી અને 2023માં મુલાકાત થઈ હતી.
મોહમ્મદ કૈફ સાથે મોહમ્મદ શમી
ઉત્તર પ્રદેશના લખનઉની એક મહિલાએ બંગાળના ક્રિકેટર અને ઝડપી બોલર મોહમ્મદ શમીના નાના ભાઈ મોહમ્મદ કૈફ પર લગ્નના બહાને બળાત્કાર કરવાનો આરોપ મૂક્યો છે. મહિલાનો આરોપ છે કે ‘અમારી બન્ને વચ્ચેની વાતચીત ૨૦૨૦માં ઇન્સ્ટાગ્રામ પર શરૂ થઈ હતી. ૨૦૨૩માં બન્ને પહેલી વખત ફેસ-ટુ-ફેસ મળ્યાં હતાં.’
પીડિત મહિલાએ વધુમાં કહ્યું કે ‘મોહમ્મદ કૈફે મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને ઘણી વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેના પર વિશ્વાસ હોવાને કારણે મેં કૅબિન ક્રૂ તરીકેની નોકરી છોડી દીધી હતી.’
૨૯ વર્ષનો મોહમ્મદ કૈફ ફાસ્ટ બોલર તરીકે પશ્ચિમ બંગાળ માટે ૧૪ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૪૩ વિકેટ અને નવ લિસ્ટ A મૅચમાં ૧૨ વિકેટ લઈ ચૂક્યો છે.
