લોકલ ઍક્ટર શિવકાર્તિકેય સાથે ધોનીની સ્ટેજ પર થયેલી વાતચીત પણ ખૂબ વાઇરલ થઈ હતી. ઍક્ટરે કહ્યું કે ‘જ્યારે તને એક વખત રિટાયરમેન્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ડેફિનેટલી નૉટ જવાબ આપ્યો હતો.
દીકરી ઝિવા સાથે ધોની અને ઍક્ટર શિવકાર્તિકેય.
CSK ROAR 2026 ઇવેન્ટ દરમ્યાન ચેન્નઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડમાં મહેન્દ્ર સિંહ ધોની આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સંગીતકાર એ. આર. રહમાન સાથેનો તેનો સેલ્ફી, સરફરાઝ ખાનના દીકરા સાથેની તેની મસ્તી અને પોતાની દીકરી ઝિવા સાથેની તેની અદ્ભુત ક્ષણ સોશ્યલ મીડિયા પર છવાઈ ગઈ હતી.
લોકલ ઍક્ટર શિવકાર્તિકેય સાથે ધોનીની સ્ટેજ પર થયેલી વાતચીત પણ ખૂબ વાઇરલ થઈ હતી. ઍક્ટરે કહ્યું કે ‘જ્યારે તને એક વખત રિટાયરમેન્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ડેફિનેટલી નૉટ જવાબ આપ્યો હતો. અમે આવો જવાબ દર વર્ષે સાંભળવા માગીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે તું ૬૦ વર્ષની ઉંમર સુધી ક્રિકેટ રમે.’
જવાબમાં ધોનીએ કહ્યું હતું કે ‘એ ખૂબ જ મુશ્કેલ છે. મારી ફિટનેસ હવે ઘટી રહી છે, વધી રહી નથી, પણ હું પ્રયત્ન કરી શકું છું.’
આ જુલાઈમાં ધોની ૪૫ વર્ષનો થશે. તેના નામે IPL ઇતિહાસમાં સૌથી વધુ ૨૭૮ મૅચ રમવાનો રેકૉર્ડ છે.
