Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સૂર્યા-દેવિશાએ દીકરીનો જન્મ થયો એ હૉસ્પિટલ માટે સ્પેશ્યલ પોસ્ટ લખી

સૂર્યા-દેવિશાએ દીકરીનો જન્મ થયો એ હૉસ્પિટલ માટે સ્પેશ્યલ પોસ્ટ લખી

Published : 18 May, 2026 02:52 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૭ મેએ મુંબઈની આ હૉસ્પિટલમાં દેવિશાએ દીકરીને જન્મ આપ્યો હતો અને એને રિદ્ધિમા નામ આપ્યું હતું.

સૂર્યકુમાર યાદવ અને તેની પત્ની દેવિશા શેટ્ટી

સૂર્યકુમાર યાદવ અને તેની પત્ની દેવિશા શેટ્ટી


મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર બૅટર સૂર્યકુમાર યાદવ અને તેની પત્ની દેવિશા શેટ્ટીએ ગઈ કાલે એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ માટે સ્પેશ્યલ પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં બન્નેએ પોતાની દીકરીના જન્મ સમયના હૉસ્પિટલના નવા ફોટો શૅર કર્યા હતા. ૭ મેએ મુંબઈની આ હૉસ્પિટલમાં દેવિશાએ દીકરીને જન્મ આપ્યો હતો અને એને રિદ્ધિમા નામ આપ્યું હતું. આ પોસ્ટમાં બન્નેએ લખ્યું હતું, ‘એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં અમને મળેલી અપાર હૂંફ અને સંભાળ માટે અમે ખૂબ આભારી છીએ, ખાસ કરીને અમારી પ્રિય દીકરીના આ દુનિયામાં આગમન દરમ્યાન. અમે ડૉક્ટરો, નર્સ, હૉસ્પિટલ-સ્ટાફ, શેફ, હાઉસકીપિંગ ટીમ અને અન્ય તમામનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જેમણે અમારી સાથે ખૂબ જ સહાનુભૂતિપૂર્વક વર્તન કર્યું અને દરેક શક્ય રીતે અમારા આરામની ખાતરી કરવા માટે આગળ વધ્યાં. નીતામૅમ, (નીતા અંબાણી) તમે એક એવી અસાધારણ સંસ્થા બનાવી છે જ્યાં સંભાળનાં ઉચ્ચતમ ધોરણો સંપૂર્ણ વ્યાવસાયિકતા અને સમર્પણ સાથે પૂરાં પાડવામાં આવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2026 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK