Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડ ૧૪ વર્ષ બાદ ઘરઆંગણે ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝ હાર્યું

ઇંગ્લૅન્ડ ૧૪ વર્ષ બાદ ઘરઆંગણે ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝ હાર્યું

Published : 30 June, 2026 10:43 AM | IST | Nottingham
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રીજી ટેસ્ટ-મૅચમાં ન્યુ ઝીલૅન્ડના ૩૭૩ રન સામે ઇંગ્લૅન્ડ બીજી ઇનિંગ્સમાં માત્ર ૨૧૨ રને આૅલઆઉટ થઈને ૧૬૦ રને હાર્યું

ટેસ્ટ-સિરીઝની ટ્રોફી સાથે ઉજવણી કરતી ન્યુ ઝીલૅન્ડની ટીમ

ટેસ્ટ-સિરીઝની ટ્રોફી સાથે ઉજવણી કરતી ન્યુ ઝીલૅન્ડની ટીમ


ટ્રેન્ટબ્રિજમાં યજમાન ઇંગ્લૅન્ડને ૧૬૦ રને હરાવીને ન્યુ ઝીલૅન્ડે ત્રણ મૅચની સિરીઝ ૨-૧થી જીતી છે. ૨૦૧૨માં છેલ્લી વખત ઇંગ્લૅન્ડ ઘરઆંગણાની ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝ હાર્યું હતું. સાઉથ આફ્રિકાએ અંગ્રેજોની ધરતી પર ૨-૦થી જીત નોંધાવી હતી. છેલ્લે બે ટેસ્ટ-મૅચની સિરીઝની ઘરઆંગણાની હાર અંગ્રેજ ટીમને ન્યુ ઝીલૅન્ડ સામે જ ૨૦૨૧માં મળી હતી.

ન્યુ ઝીલૅન્ડે પહેલી ઇનિંગ્સમાં ૪૩૮ રન અને બીજી ઇનિંગ્સમાં ૨૮૮/૯નો સ્કોર કરીને ૩૭૩ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૩૫૪ રન કરનાર યજમાન ટીમ બીજી ઇનિંગ્સમાં ૫૧.૨ ઓવરમાં ૨૧૨ રન કરીને ઑલઆઉટ થઈ હતી. અંગ્રેજ ટીમનો જોફ્રા આર્ચર ૧૧ વિકેટ અને કિવી ટીમનો નૅથન સ્મિથ ૧૬ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર થયા હતા.



ત્રીજી ટેસ્ટ-મૅચના પાંચમા દિવસે ઇંગ્લૅન્ડે ૧૩૦/૪ના સ્કોર સાથે રન-ચેઝને આગળ વધારી હતી. સાતમા ક્રમે રમવા આવેલા વિકેટકીપર-બૅટર જેમી સ્મિથે ૯૧ બૉલમાં ૬૦ રન કરીને એક સમયે જીતની આશા જાળવી રાખી હતી. ત્રીજી ટેસ્ટ-મૅચમાં પાંચ કૅચ અને એક સેન્ચુરીને કારણે કિવી ટીમનો બૅટર ડૅરિલ મિચલ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2026 10:43 AM IST | Nottingham | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK