Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કેશવ મહારાજની યંગ બ્રિગેડ સામે T20 વર્લ્ડ કપ ફાઇનલિસ્ટ કિવી ટીમ પરાસ્ત

કેશવ મહારાજની યંગ બ્રિગેડ સામે T20 વર્લ્ડ કપ ફાઇનલિસ્ટ કિવી ટીમ પરાસ્ત

Published : 16 March, 2026 12:00 PM | IST | Mount Maunganui
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મિચલ સૅન્ટનર ઍન્ડ કંપની ૧૪.૩ ઓવરમાં ૯૧ રન કરીને ઑલઆઉટ, સાઉથ આફ્રિકાએ ૭ વિકેટની જીત સાથે સિરીઝમાં વિજયી શરૂઆત કરી

૧૫ રન કરનાર ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન મિચલ સૅન્ટનરની વિકેટ લેવાની ઉજવણી કરતો સાઉથ આફ્રિકન કૅપ્ટન કેશવ મહારાજ

૧૫ રન કરનાર ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન મિચલ સૅન્ટનરની વિકેટ લેવાની ઉજવણી કરતો સાઉથ આફ્રિકન કૅપ્ટન કેશવ મહારાજ


માઉન્ટ મૉન્ગનુઈમાં ગઈ કાલે સાઉથ આફ્રિકાએ યજમાન ટીમ ન્યુ ઝીલૅન્ડને ૭ વિકેટે માત આપી હતી. પાંચ T20 મૅચની સિરીઝમાં કેશવ મહારાજની આગેવાની હેઠળની યંગ પ્લેયર્સથી ભરપૂર સાઉથ આફ્રિકન ટીમે ૧-૦થી લીડ મેળવી લીધી છે. કિવી ટીમ ૧૪.૩  ઓવરમાં ૯૧  રને ઑલઆઉટ થઈ હતી. જવાબમાં સાઉથ આફ્રિકાએ ૧૬.૪ ઓવરમાં ૩ વિકેટે ૯૩ રન કરીને સહેલાઈથી ૯૨ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

આ હરીફ સામે કિવી ટીમ ૧૪ વર્ષ બાદ માત્ર બીજી વખત ૧૦૦ રનની અંદર ઑલઆઉટ થઈ હતી. ન્યુ ઝીલૅન્ડની ઇનિંગ્સ દરમ્યામ જેમ્સ નીશમે બે ફોર અને ૧ સિક્સના આધારે ૨૧  બૉલમાં ૨૬ રન કર્યા હતા. સાઉથ આફ્રિકા માટે પહેલી વખત T20 મૅચ રમી રહેલા ૧૯  વર્ષના ફાસ્ટ બોલર નકોબાની મોકોએનાએ ૩.૩ ઓવરમાં ૨૬  રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. સ્પિનર કેશવ મહારાજના અન્ય ત્રણ બોલર્સને પણ બે-બે વિકેટ મળી હતી.



સાઉથ આફ્રિકા સામેની ૨૧ T20 મૅચના ઇતિહાસમાં ન્યુ ઝીલૅન્ડની આ માત્ર આઠમી જીત છે. સાઉથ આફ્રિકા આ ટીમ સામે ૧૩ મૅચ જીત્યું છે. બન્ને વચ્ચે છેલ્લી T20 ટક્કર વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં થઈ હતી. ન્યુ ઝીલૅન્ડે એ સેમી-ફાઇનલ જીતીને સાઉથ આફ્રિકાનો વિજયરથ અટકાવીને લોકોને ચોંકાવી દીધા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2026 12:00 PM IST | Mount Maunganui | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK