તેણે નામિબિયા સામે શાનદાર બોલિંગ કરીને ૧૦ ઓવરમાં એક મેઇડન સહિત ૫૦ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
બિલાલ ખાન
ઓમાનની ટીમના અનુભવી ફાસ્ટ બોલર બિલાલ ખાને ગઈ કાલે વન-ડે ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો હતો. બિલાલ ખાન ૪૯ મૅચમાં ૧૦૦ વન-ડે વિકેટ લેનાર સૌથી ફાસ્ટેસ્ટ ફાસ્ટ બોલર બની ગયો છે. ૩૬ વર્ષના બિલાલે પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી (૫૧ મૅચ) અને ઑસ્ટ્રેલિયાના મિચલ સ્ટાર્ક (૫૨ મૅચ)ને પાછળ છોડીને આ સિદ્ધિ મેળવી છે. તેણે નામિબિયા સામે શાનદાર બોલિંગ કરીને ૧૦ ઓવરમાં એક મેઇડન સહિત ૫૦ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.