Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હૉન્ગકૉન્ગ સિક્સિસ : ભારતનું પાકિસ્તાન સામે નાક કપાઈ ગયું

હૉન્ગકૉન્ગ સિક્સિસ : ભારતનું પાકિસ્તાન સામે નાક કપાઈ ગયું

Published : 31 October, 2026 08:50 AM | Modified : 31 October, 2026 09:08 AM | IST | Hongkong
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતનો ઓપનર નીતીશ રાણા ૧૪ બૉલમાં ૧૯ રન કરીને રિટાયર્ડ આઉટ થયો હતો. ત્રીજા ક્રમે રમવા આવેલા શશાંક સિંહે ૧૧ બૉલમાં બે ફોર, પાંચ સિક્સની મદદથી ૪૦ રન કર્યા હતા. ટી નટરાજન ૬ બૉલમાં ૧૨ રન કરીને અણનમ રહ્યો હતો.

શશાંક સિંહે ૧૧ બૉલમાં બે ફોર, પાંચ સિક્સની મદદથી ૪૦ રન કર્યા હતા

શશાંક સિંહે ૧૧ બૉલમાં બે ફોર, પાંચ સિક્સની મદદથી ૪૦ રન કર્યા હતા


હૉન્ગકૉન્ગ સિક્સિસની બાવીસમી સીઝનનો ગઈ કાલે ધમાકેદાર પ્રારંભ થયો હતો. જોકે ભારતની શરૂઆત નિરાશાજનક રહી હતી. UAE સામે પહેલી મૅચ ૧ વિકેટે હારીને આવેલા પાકિસ્તાન સામે ભારત ૪ વિકેટે હાર્યું હતું. ભારતે ૬ ઓવરમાં ૮૮-૫ નો સ્કોર કર્યો એની સામે પાકિસ્તાને ૩.૫ ઓવરમાં ૯૧-૨નનો સ્કોર કરીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

ભારતનો ઓપનર નીતીશ રાણા ૧૪ બૉલમાં ૧૯ રન કરીને રિટાયર્ડ આઉટ થયો હતો. ત્રીજા ક્રમે રમવા આવેલા શશાંક સિંહે ૧૧ બૉલમાં બે ફોર, પાંચ સિક્સની મદદથી ૪૦ રન કર્યા હતા. ટી નટરાજન ૬ બૉલમાં ૧૨ રન કરીને અણનમ રહ્યો હતો. અબ્દુલ સમદે ૧ ઓવરમાં ૧૦ રન આપીને બૅક-ટુ-બૅક કૃણાલ પંડ્યા અને રાહુલ તેવતિયાને ગોલ્ડન ડક આઉટ કર્યા હતા.



પાકિસ્તાની ઓપનર ખ્વાજા નાફેએ ૧૨ બૉલમાં બે ફોર, પાંચ સિક્સના આધારે ૪૧ રન કર્યા હતા. ઓપનર અને કૅપ્ટન અબ્બાસ આફ્રિદીએ ૮ બૉલમાં ૧ ફોર, પાંચ સિક્સની મદદથી ૩૫ રન કર્યા હતા. અબ્બાસ આફ્રિદીએ સ્પિનર અને કૅપ્ટન કૃણાલ પંડ્યાની પહેલી ઓવરની અંતિમ પાંચ બૉલમાં સતત પાંચ સિક્સ ફટકારીને તેને ૩૧ રનની ઓવર બનાવી હતી. ભારત તરફથી શશાંક સિંહ અને રાહુલ તેવતિયાને એક-એક વિકેટ મળી હતી.


217: પહેલા દિવસની ૯ મૅચોમાં આટલી સિક્સ જોવા મળી.


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2026 09:08 AM IST | Hongkong | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK