Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચેની ૬ T20 સિરીઝમાંથી ૩ રહી છે ડ્રૉ

પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચેની ૬ T20 સિરીઝમાંથી ૩ રહી છે ડ્રૉ

Published : 09 October, 2026 05:52 PM | IST | Rawalpindi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાનમાં બન્ને ટીમો ૭ T20 મૅચો રમી છે જેમાંથી પાકિસ્તાન ૩ મૅચ અને શ્રીલંકા ૪ મૅચમાં વિજેતા રહ્યું છે.

સાહિબઝાદા ફરહાન

સાહિબઝાદા ફરહાન


રાવલપિંડીમાં આજથી પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ત્રણ T20 મૅચની સિરીઝનો પ્રારંભ થશે. બન્ને ટીમો વચ્ચે ૨૦૧૨થી ૬ T20  સિરીઝ રમાઈ છે જેમાંથી ત્રણ સિરીઝ ડ્રૉ રહી છે. પાકિસ્તાને ૨૦૧૫, ૨૦૧૭ અને શ્રીલંકાએ ૨૦૧૯માં સિરીઝ જીતી હતી. ૨૦૧૨, ૨૦૧૩ અને ૨૦૨૬ની શરૂઆતની ત્રણેય સિરીઝ ડ્રૉ રહી હતી. 
બન્ને ટીમો વચ્ચે ૩૦ T20 મૅચ રમાઈ છે એમાંથી પાકિસ્તાન ૧૮ મૅચ અને શ્રીલંકા ૧૨ મૅચ જીત્યું છે. પાકિસ્તાનની ધરતી પર બન્ને ટીમો એક માત્ર T20 સિરીઝ ૨૦૧૯માં રમ્યા હતા જેમાં શ્રીલંકા વિજેતા બન્યું હતું. 
બન્ને ટીમો વચ્ચે તટસ્થ વેન્યુ પર સૌથી વધુ ૧૪ T20 મૅચ રમાઈ છે જેમાંથી પાકિસ્તાન ૯ મૅચ અને શ્રીલંકા પાંચ મૅચ જીત્યું છે. શ્રીલંકામાં બન્ને ટીમોએ ૯ મૅચ રમી જેમાંથી પાકિસ્તાન ૬ મૅચ અને શ્રીલંકા ૩ મૅચમાં વિજેતા રહ્યું. પાકિસ્તાનમાં બન્ને ટીમો ૭ T20 મૅચો રમી છે જેમાંથી પાકિસ્તાન ૩ મૅચ અને શ્રીલંકા ૪ મૅચમાં વિજેતા રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2026 05:52 PM IST | Rawalpindi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK