Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાનના સલમાન અલી આગાની T20 કૅપ્ટનપદેથી હાકલપટ્ટી

પાકિસ્તાનના સલમાન અલી આગાની T20 કૅપ્ટનપદેથી હાકલપટ્ટી

Published : 06 October, 2026 07:09 PM | Modified : 06 October, 2026 07:10 PM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સલમાન અલી આગાની આગેવાનીમાં પાકિસ્તાન ૫૦ T20 મૅચમાંથી ૩૧ મૅચ જીત્યું હતું, ૧૮ મૅચમાં હાર મળી હતી અને એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. સાહિબઝાદા ફરહાને એશિયન ગેમ્સથી જ પહેલી વખત કૅપ્ટન્સી કરી હતી.

પાકિસ્તાનના સલમાન અલી આગાની  T20 કૅપ્ટનપદેથી હાકલપટ્ટી

પાકિસ્તાનના સલમાન અલી આગાની T20 કૅપ્ટનપદેથી હાકલપટ્ટી


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગઈ કાલે ઘરઆંગણાની શ્રીલંકા સામેની T20 સિરીઝ અને એક વન-ડે ત્રિકોણીય સિરીઝ માટેની સ્ક્વૉડ જાહેર કરી હતી. પાકિસ્તાનના રેગ્યુલર T20 કૅપ્ટન સલમાન અલી આગાને આ T20 ટીમમાંથી બહાર કરીને માત્ર વન-ડે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

એશિયન ગેમ્સમાં પાકિસ્તાનની આગેવાની કરનાર અને ગન-સેલિબ્રેશન માટે જાણીતા સાહિબઝાદા ફરહાનને શ્રીલંકા સામેની સિરીઝ માટે કૅપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. નિવેદનમાં આ ફેરફાર વિશે કોઈ ઑફિશ્યલ જાહેરાત કરી ન હોવા છતાં એ સ્પષ્ટ થયું છે કે સાહિબઝાદા ફરહાન આગળ પણ T20 ટીમનો કૅપ્ટન રહેશે. 



સલમાન અલી આગાની આગેવાનીમાં પાકિસ્તાન ૫૦ T20 મૅચમાંથી ૩૧ મૅચ જીત્યું હતું, ૧૮ મૅચમાં હાર મળી હતી અને એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. સાહિબઝાદા ફરહાને એશિયન ગેમ્સથી જ પહેલી વખત કૅપ્ટન્સી કરી હતી. તેને સેમી-ફાઇનલમાં જીત અને ફાઇનલમાં હાર મળી હતી.


વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સમાંથી પાકિસ્તાની ટીમ અધવચ્ચેથી ખસી ગઈ

ભારતીય ટીમ તરફથી માફીપત્ર અને હાથ મિલાવવાની શરત પૂરી થઈ શકે એમ ન હોવાથી લીધો આ નિર્ણય 


UAEમાં ત્રણ ઑક્ટોબરથી શરૂ થયેલી વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સની ત્રીજી સીઝનમાંથી પાકિસ્તાન ચૅમ્પિયન્સ ટીમ ખસી ગઈ છે. પાકિસ્તાનની બંગલાદેશ અને ઑસ્ટ્રેલિયા સામેની બન્ને મૅચ ટેક્નિકલ કારણોસર રદ જાહેર કરવામાં આવી હતી. જોકે ગઈ કાલે સાંજ સુધીમાં એની પાછળનું સાચું કારણ સામે આવી ગયું હતું.
છેલ્લી સીઝનમાં બન્ને દેશ વચ્ચેના તનાવને કારણે ઇન્ડિયન ચૅમ્પિયન્સ ટીમ પાકિસ્તાન સામે રમી નહોતી અને સેમી-ફાઇનલમાંથી ખસી ગઈ હતી. રિપોર્ટસ અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન ચૅમ્પિયન્સને કેટલીક શરતો સાથે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપ્યું હતું. પાકિસ્તાન બોર્ડ ઇચ્છતું હતું કે ભારતીય ટીમ લેખિતમાં એ ઘટના બદલ માફી માગે અને પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવે.
વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સની આયોજન સમિતિએ આ માગણીઓનો ઇનકાર કર્યો હતો જેના કારણે પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી ખસી ગયું. આયોજન સમિતિએ જાહેરાત કરી હતી કે ‘પાકિસ્તાન કેટલાક અણધાર્યા સંજોગોને કારણે ખસી ગયું છે. જોકે ટુર્નામેન્ટ હવે ૬ ટીમ સાથે ચાલુ રહેશે.’
૧૦ ઑક્ટોબરે ભારત અને પાકિસ્તાનની પણ મૅચ રમાવાની હતી. 

Whatsapp-channel Whatsapp-channel

06 October, 2026 07:10 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK