આ ચોંકાવનારી ઘટના પાકિસ્તાન ક્રિકેટ ટીમની શ્રીલંકા સામેની અંતિમ સુપર 8 ગ્રુપ-સ્ટેજ મૅચ પહેલાં બની હતી
પાકિસ્તાન ક્રિકેટ ટીમની ફાઇલ તસવીર
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન નબળા પ્રદર્શનને કારણે સુપર 8 રાઉન્ડ બાદ આઉટ થઈ ગયું હતું. જોકે શ્રીલંકાથી પાકિસ્તાન ક્રિકેટ માટે વધુ એક શરમજનક સમાચાર આવ્યા છે. T20 વર્લ્ડ કપ દરમ્યાન શ્રીલંકાના કૅન્ડીમાં ટીમની હોટેલમાં પાકિસ્તાનના એક ખેલાડીએ મહિલા હાઉસકીપિંગ સ્ટાફની સભ્ય સાથે ગેરવર્તન કર્યું હોવાનો આરોપ છે.
આ ચોંકાવનારી ઘટના પાકિસ્તાન ક્રિકેટ ટીમની શ્રીલંકા સામેની અંતિમ સુપર 8 ગ્રુપ-સ્ટેજ મૅચ પહેલાં બની હતી. અહેવાલ મુજબ જ્યારે આ ઘટના બની ત્યારે ટીમ ગોલ્ડન ક્રાઉન હોટેલમાં રોકાઈ હતી. મહિલા હાઉસકીપિંગ સ્ટાફની સભ્યએ બૂમાબૂમ કર્યા બાદ મદદ માટે ફોન કરતાં ગભરાટ ફેલાયો હતો અને સ્ટાફના સભ્યો તેની મદદે દોડી ગયા હતા. આ બનાવ પાકિસ્તાન ટીમના મૅનેજર નવીદ ચીમાના ધ્યાન પર લાવવામાં આવ્યો હતો જેમણે ખેલાડીને ઠપકો આપ્યો હતો અને તેના વર્તન બદલ દંડ ફટકાર્યો હતો.
ADVERTISEMENT
આ ઘટનાથી હોટેલનો સ્ટાફ ગુસ્સે ભરાયો હતો અને ખેલાડી સામે ગેરવર્તણૂક બદલ કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી. જોકે નવીદ ચીમાએ ખેલાડી વતી હોટેલ અધિકારીઓની માફી માગી હતી અને ઘટનાને દબાવી દીધી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ ખેલાડી સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.
