Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અંતિમ ઓવર્સની ફટકાબાજી સાથે પંજાબ સામે હારેલી બાજી જીત્યું દિલ્હી

અંતિમ ઓવર્સની ફટકાબાજી સાથે પંજાબ સામે હારેલી બાજી જીત્યું દિલ્હી

Published : 12 May, 2026 02:20 PM | IST | Dharamshala
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૧૧ રનના ટાર્ગેટ સામે દિલ્હી એક ઓવર પહેલાં ૨૧૬ રન કરીને બે વિકેટે જીત્યું, પ્રિયાંશ-શ્રેયસની ફિફ્ટી એળે ગઈ અને અક્ષર-મિલરની ફિફ્ટી ફળી ગઈ

દિલ્હીના કૅપ્ટન અક્ષર પટેલે ૩૦ બૉલમાં મૅચવિનિંગ ૫૬ રન કર્યા હતા.

દિલ્હીના કૅપ્ટન અક્ષર પટેલે ૩૦ બૉલમાં મૅચવિનિંગ ૫૬ રન કર્યા હતા.


૧૭મી ઓવરમાં ૧૭ રન, ૧૮મી ઓવરમાં ૧૯ રન અને ૧૯મી ઓવરમાં ૨૨ રન કરીને ગઈ કાલે દિલ્હી કૅપિટલ્સે પંજાબ કિંગ્સ સામે હારેલી બાજી જીતી લીધી હતી. પંજાબે પાંચ વિકેટે ૨૧૦ રન કર્યા હતા. જવાબમાં દિલ્હી કૅપિટલ્સે ૭ વિકેટે ૨૧૬ રન કરીને ૩ વિકેટે જીત મેળવી હતી. ધરમશાલાના મેદાન પર આ ટુર્નામેન્ટનો આ સૌથી મોટો રન-ચેઝ હતો. સતત ૪ હાર પંજાબને મળી છે, જ્યારે દિલ્હીએ પોતાની હારની હૅટ-ટ્રિક રોકી હતી. 

ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર પંજાબે પહેલી પાંચ ઓવરમાં ૭૦-૦, વચ્ચેની ૯ ઓવરમાં ૭૦-૨ અને છેલ્લી ૬ ઓવરમાં ૭૦-૩નો સ્કોર નોંધાવીને સીઝનમાં સાતમી વખત ૨૦૦ પ્લસનો સ્કોર કર્યો હતો. પંજાબે પહેલી ઓવરના ૨૨ રનની મદદથી ૨.૪ ઓવરમાં જ પોતાનો ફાસ્ટેસ્ટ ૫૦ રનનો સ્કોર નોંધાવ્યો હતો. પંજાબ તરફથી ઓપનર પ્રિયાંશ આર્યએ બે ફોર અને ૬ સિક્સની મદદથી ૩૩ બૉલમાં ૫૬ રન કર્યા હતા. કૅપ્ટન શ્રેયસ ઐયર પાંચ ફોર અને ૩ સિક્સના આધારે ૩૬ બૉલમાં ૫૯ રન કરીને નૉટઆઉટ રહ્યો હતો. પ્રભસિમરન સિંહે ૧૫ બૉલમાં ૧૮ રન, કૂપર કૉનોલીએ ૨૭ બૉલમાં ૩૮ રન અને સૂર્યાંશ શેડગેએ ૮ બૉલમાં ૨૧ રનનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. દિલ્હી માટે ફાસ્ટ બોલર્સ મિચલ સ્ટાર્ક અને માધવ તિવારીએ બે-બે વિકેટ લીધી હતી.



૧૦ વર્ષ બાદ IPL ઇનિંગ્સમાં ૨૦ ઓવર ફાસ્ટ બોલર્સે ફેંકી


ગઈ કાલે દિલ્હીએ પહેલી ઇનિંગ્સમાં તમામ ૨૦ ઓવર ફાસ્ટ બોલર પાસે કરાવી હતી. દિલ્હી દ્વારા સૌથી વધુ પાંચમી વખત અને ટુર્નામેન્ટના ઇતિહાસની આ ૧૩મી ઘટના છે જ્યારે કોઈ ટીમે ૨૦ ઓવર ફાસ્ટ બોલર પાસે કરાવી હોય. ૨૦૧૬માં હૈદરાબાદે બૅન્ગલોર સામે આ પ્રકારનું બોલિંગ-આક્રમણ કરાવ્યું હતું.

પંજાબના ઓપનર્સે મિચલ સ્ટાર્ક સામે પહેલી ઓવરમાં 22 રન કર્યા હતા. પંજાબનો પહેલી ઓવરમાં આ સૌથી મોટો સ્કોર હતો.


રન-ચેઝ દરમ્યાન દિલ્હીના કૅપ્ટન અક્ષર પટેલે ૩૦ બૉલમાં ૮ ફોર અને બે સિક્સની મદદથી ૫૬ રન કર્યા હતા. ડેવિડ મિલરે ૨૮ બૉલમાં ૫૧ રનનું યોગદાન આપ્યું હતું. ઇમ્પૅક્ટ પ્લેયર આશુતોષ શર્માએ ૧૦ બૉલમાં ૨૪ રન ઝૂડી નાખ્યા હતા. માધવ તિવારેએ ૮ બૉલમાં ૧૮ રન અને આકિબ નબી દારે બે બૉલમાં ૧૦ રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ માટે અર્શદીપ સિંહે અને યશ ઠાકુરે બે-બે વિકેટ લીધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

12 May, 2026 02:20 PM IST | Dharamshala | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK