એના ફોટો શૅર કરીને લખ્યું હતું કે પ્રાર્થનાઓ મારા દિલને શાંત કરે છે અને મારું માર્ગદર્શન કરે છે
ભક્તિમાં લીન પૃથ્વી શૉ
ટીમ ઇન્ડિયામાંથી ૪ વર્ષથી બહાર રહેલો પૃથ્વી શૉ ૧૫ ઑક્ટોબરથી મહારાષ્ટ્ર માટે પહેલી વખત રણજી ટ્રોફી રમતો જોવા મળશે. એ પહેલાં તે પોતાના ઘરે ખાસ પૂજા-પાઠ અને હવન કરાવીને ભગવાનની ભક્તિમાં લીગ થયો હતો. એના ફોટો શૅર કરીને લખ્યું હતું કે પ્રાર્થનાઓ મારા દિલને શાંત કરે છે અને મારું માર્ગદર્શન કરે છે. હાલમાં પુણેમાં પ્રૅક્ટિસ-મૅચ દરમ્યાન તે મુશીર ખાન સહિત પોતાના મુંબઈના જૂના પ્લેયર્સ સાથે મેદાન પર લડ્યો હતો. જોકે બાદમાં પચીસ વર્ષના આ પ્લેયરે મુશીર ખાનની માફી માગીને પોતાની ભૂલ સ્વીકારી હતી.

