ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દર સેહવાગે હાલમાં એક પ્રશંસનીય સમાચાર શૅર કર્યા છે.
સોશ્યલ મીડિયા પર સેહવાગે તેનો ફોટો શૅર કરીને તેને અભિનંદન આપ્યાં હતાં.
ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દર સેહવાગે હાલમાં એક પ્રશંસનીય સમાચાર શૅર કર્યા છે. પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાલ વિજય સોરેંગના દીકરા રાહુલ સોરેંગે હરિયાણા અન્ડર-19 ટીમમાં સ્થાન મેળવ્યું છે. રાહુલ ૨૦૧૯થી સેહવાગ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે પુલવામા હુમલા પછી સેહવાગે તેની સ્કૂલમાં શહીદોનાં બાળકોને મફત શિક્ષણ આપવાની હિમાયત કરી હતી. સોશ્યલ મીડિયા પર સેહવાગે તેનો ફોટો શૅર કરીને તેને અભિનંદન આપ્યાં હતાં.

