Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુંબઈકર શ્રેયસ ઐયર ૬ વર્ષ બાદ મુંબઈ ઇન્ડિયન્સ સામે હાર્યો

મુંબઈકર શ્રેયસ ઐયર ૬ વર્ષ બાદ મુંબઈ ઇન્ડિયન્સ સામે હાર્યો

Published : 16 May, 2026 05:46 PM | Modified : 16 May, 2026 05:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL 2026માં સતત ૭ મૅચમાં અપરાજિત રહ્યા બાદ પંજાબ કિંગ્સને છેલ્લી પાંચ મૅચમાં લાગલગાટ હાર મળી છે. પ્લેઑફની દાવેદારી માટે ૧૩ પૉઇન્ટ ધરાવતી આ ટીમે બૅન્ગલોર અને લખનઉ સામેની બન્ને મૅચ જીતવી પડશે.

શ્રેયસ ઐયર

શ્રેયસ ઐયર


IPL 2026માં સતત ૭ મૅચમાં અપરાજિત રહ્યા બાદ પંજાબ કિંગ્સને છેલ્લી પાંચ મૅચમાં લાગલગાટ હાર મળી છે. પ્લેઑફની દાવેદારી માટે ૧૩ પૉઇન્ટ ધરાવતી આ ટીમે બૅન્ગલોર અને લખનઉ સામેની બન્ને મૅચ જીતવી પડશે. ૨૫ એપ્રિલ પછી આ ટીમ એક પણ મૅચ ન જીતીને ગુરુવાર સુધી ટૉપ ફોર ટીમમાં સામેલ હતી.

કૅપ્ટન તરીકે શ્રેયસ ઐયર મુંબઈ સામે ૬ વર્ષ બાદ મૅચ હાર્યો છે. ૨૦૨૦માં દિલ્હી કૅપિટલ્સ તરફથી આ મુંબઈકર મુંબઈની ટીમ સામે ફાઇનલ મૅચ હાર્યો હતો. એ પછી સતત ૭ મૅચમાં તેણે કૅપ્ટન તરીકે કલકત્તા અને પંજાબ તરફથી રમીને મુંબઈને કારમી હાર આપી હતી.

IPLમાં કૅપ્ટન તરીકે ૨૦૦+ રનનો ટાર્ગેટ ડિફેન્ડ ન કરવાના મામલે શ્રેયસ ઐયર સૌથી વધુ મૅચ હાર્યો છે. આવી પરિસ્થિતિમાં તે ૨૦ મૅચ રમ્યો છે અને એમાં ૧૨માં જીત અને ૭માં હાર મળી છે તથા એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી.

T20માં ૨૦૦+ રનનો ટાર્ગેટ ડિફેન્ડ ન કરવામાં પણ પંજાબ નંબર વન 
પંજાબ કિંગ્સે T20 ક્રિકેટમાં સૌથી વધુ ૧૧ વખત ૨૦૦+ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે. મુંબઈની ટીમ ૮ વખત સાથે આ લિસ્ટમાં બીજા ક્રમે છે. જોકે T20માં સૌથી વધુ ૨૦૦+ રનના ટાર્ગેટ ડિફેન્ડ ન કરવાના લિસ્ટમાં પણ પંજાબ કિંગ્સ પહેલા ક્રમે છે. પંજાબ કિંગ્સ ૧૦મી વખત ૨૦૦+નો ટાર્ગેટ ડિફેન્ડ કરતી વખતે હાર્યું છે. આ લિસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝ ૮ વખત સાથે બીજા ક્રમે છે.


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2026 05:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK