ભારતનો ભૂતપૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ કહે છે...
રાહુલ દ્રવિડ
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને હેડ કોચ રાહુલ દ્રવિડે ટેસ્ટ-ક્રિકેટ વિશે મોટું નિવેદન આપ્યું છે. રાહુલ દ્રવિડ કહે છે કે ‘ક્રિકેટર્સે રેડ બૉલ અને વાઇટ બૉલ ક્રિકેટ ફૉર્મેટ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.’
રાહુલ દ્રવિડ આગળ કહે છે કે ‘આપણે બધા ઇચ્છીએ છીએ કે ટેસ્ટ-ક્રિકેટ ટકી રહે અને ખીલે. આપણને વૈભવ સૂર્યવંશી જેવા ખેલાડીઓની જરૂર છે જે રમતનાં તમામ ફૉર્મેટમાં રમી શકે. વૈભવ IPLમાં વાઇટ બૉલ રમવાનો અને હવે દુલીપ ટ્રોફી જેવી ટુર્નામેન્ટ રમીને રેડ બૉલ ફૉર્મેટ રમવાનો અનુભવી મેળવી રહ્યો છે.’
મેન્સ ભારતીય ટીમને પણ નેધરલૅન્ડ્સ સામે હાર મળી
ADVERTISEMENT
ગઈ કાલે સાંજે મેન્સ હૉકી વર્લ્ડ કપના બીજા રાઉન્ડની પહેલી મૅચમાં ભારતને યજમાન નેધરલૅન્ડ્સ સામે ૧-૩થી હાર મળી હતી.નેધરલૅન્ડ્સે ત્રીજા ક્વૉર્ટરમાં એક ગોલ અને ચોથા ક્વૉર્ટરમાં બે ગોલ કર્યા હતા. ભારત તરફથી ચોથા ક્વૉર્ટરમાં કૅપ્ટન હરમનપ્રીત સિંહે એક ગોલ કર્યો હતો. નેધરલૅન્ડ્સે અંતિમ ફોર ટીમોમાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. સેમી-ફાઇનલની આશા જીવંત રાખવા માટે ભારતે ૨૪ ઑગસ્ટે સાંજે ૬.૧૫ વાગ્યે આર્જેન્ટિના સામે મોટા અંતરથી જીત મેળવવી પડશે.
