Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વેપિંગના મામલે રિયાન પરાગ દોષી, ૨૫ ટકા મૅચ-ફીનો દંડ

વેપિંગના મામલે રિયાન પરાગ દોષી, ૨૫ ટકા મૅચ-ફીનો દંડ

Published : 01 May, 2026 02:35 PM | IST | Rajasthan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિકેટ બોર્ડ રાજસ્થાન રૉયલ્સ સામે પણ કડક પગલાં લેવા વિશે વિચારણા કરી રહ્યું છે, મૅચ-રેફરીને પણ મળી શકે છે સજા

રિયાન પરાગ

રિયાન પરાગ


રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન રિયાન પરાગને મૅચ દરમ્યાન ડ્રેસિંગરૂમમાં વેપિંગ કરવાનું ભારે પડ્યું છે અને ક્રિકેટ બોર્ડે તેની સામે કાર્યવાહી કરીને ૨૫ ટકા મૅચ-ફીનો દંડ ફટકાર્યો છે. આ સિવાય તેના આ વર્તન બદલ તેના ખાતામાં એક ડીમેરિટ પૉઇન્ટ પણ જમા કરવામાં આવ્યો હતો. રિયાન પરાગ પંજાબ સામેની મૅચ દરમ્યાન ડ્રેસિંગરૂમમાં ઈ-સિગારેટના કશ લેતો કૅમેરામાં ઝડપાઈ ગયો હતો અને આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં તેને ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ક્રિકેટ બોર્ડે અને IPLની ગવર્નિંગ કાઉન્સિલે મામલાની ગંભીરતા જોતાં તરત તપાસ શરૂ કરી દીધી હતી. તપાસમાં રિયાન પરાગને IPLના કોડ ઑફ કન્ડક્ટની કલમ 2.2 અંતગર્ત દોષિત માનવામાં આવ્યો હતો. રિયાને તેનો ગૂનો કબૂલ કરી લીધો હતો. આવા વિવાદને લીધે ટુર્નામેન્ટની પ્રતિષ્ઠા ખરડાતી હોવાથી ક્રિકેટ બોર્ડ રાજસ્થાન રૉયલ્સ સામે પણ કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે. રિયાન પરનો દંડ જાહેર કરતા સ્ટેટમેન્ટમાં એ અંગે પણ જણાવ્યું છે કે ક્રિકેટ બોર્ડ દોષિત ટીમ સામે પણ કડક પગલાં લેવા અંગે વિચારણા કરી રહ્યું છે, કેમ કે ટીમના અધિકારીઓ અને ખેલાડીઓની જવાબદારી છે IPLની પ્રતિષ્ઠા જાળવી રાખવાની. થોડા દિવસ પહેલાં પણ રાજસ્થાનના ટીમ-મૅનેજર રોમી ભિંડર દ્વારા થયેલા ડગઆઉટમાં મોબાઇલના ઉપયોગ અંગે વિવાદ થયો હતો અને તેને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અહેવાલો પ્રમાણે બૅન થયેલી વસ્તુ ડ્રેસિંગ-રૂમમાં પહોંચવા દેવા બદલ ક્રિકેટ બોર્ડ મૅચ-રેફરી સામે પણ કાર્યવાહી કરી શકે છે. રિયાનની કૅપ્ટન્સીમાં રાજસ્થાને હાલમાં શાનદાર દેખાવ કરીને ૯માંથી ૬ મૅચમાં જીત મેળવી છે, પણ બૅટર તરીકે રિયાન સાવ જ ફ્લૉપ રહ્યો છે અને ૯ મૅચમાં તે માત્ર ૧૧૭ રન જ બનાવી શક્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2026 02:35 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK