જોકે આખરે આવું કંઈ બન્યું નહીં. અંતિમ પરિણામ અમારા માટે સમજવાં મુશ્કેલ છે.’
કાલ સોમાણી
અમેરિકા સ્થિત ઉદ્યોગપતિ કાલ સોમાણીના નેતૃત્વ હેઠળના ગ્રુપે રાજસ્થાન રૉયલ્સની વર્તમાન ૧૫,૬૦૦ કરોડ રૂપિયાની ડીલને અયોગ્ય ગણાવી છે. ગ્રુપે દાવો કર્યો છે કે ૬ મહિનાની બોલીપ્રક્રિયામાં તેઓ ૧૫,૩૦૦ કરોડ રૂપિયા સાથે સતત મોખરે રહ્યા હતા. કાલ સોમાણી ગ્રુપે તેઓ બિડિંગ-પ્રક્રિયામાંથી ખસી ગયા હતા અથવા તેમની પાસે નાણાકીય સમર્થનનો અભાવ હતો એવા અહેવાલોને ફગાવીને પોતાના નિવેદનમાં કહ્યું કે ‘૬ મહિનાની લાંબી પ્રક્રિયામાં અમે શરૂઆતથી અંત સુધી મોખરે રહ્યા. અમે રાજસ્થાન રૉયલ્સ માટે માલિકીજૂથનો ભાગ ન બનવા બદલ ખૂબ જ નિરાશ છીએ. અમે ક્યારેય અમારી બિડ પાછી ખેંચી નથી.’ નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું કે ‘અમારી પાસે બધા જરૂરી દસ્તાવેજો તૈયાર હતા અને અમને જાણ કરવામાં આવી હતી કે શનિવારે યોજાયેલી ફ્રૅન્ચાઇઝીની બોર્ડ-મીટિંગ ખાસ કરીને અમારા જૂથને મંજૂરી આપવા માટે બોલાવવામાં આવી હતી. જોકે આખરે આવું કંઈ બન્યું નહીં. અંતિમ પરિણામ અમારા માટે સમજવાં મુશ્કેલ છે.’
