Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બૅન્ગલોર-ગુજરાત વચ્ચે ક્વૉલિફાયર-વન, હૈદરાબાદ-રાજસ્થાન એલિમિનેટર રમશે

બૅન્ગલોર-ગુજરાત વચ્ચે ક્વૉલિફાયર-વન, હૈદરાબાદ-રાજસ્થાન એલિમિનેટર રમશે

Published : 25 May, 2026 08:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL 2026ની લીગ-સ્ટેજની ૬૯મી મૅચમાં જીત નોંધાવીને રાજસ્થાન રૉયલ્સ (૧૬ પૉઇન્ટ) પ્લેઑફ માટે ટૉપ-ફોરની અંતિમ ટીમ બની હતી. રાજસ્થાનની જીતને કારણે પંજાબ કિંગ્સ (૧૫ પૉઇન્ટ) ચોથાથી પાંચમા ક્રમે સરકીને પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગયું હતું.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


IPL 2026ની લીગ-સ્ટેજની ૬૯મી મૅચમાં જીત નોંધાવીને રાજસ્થાન રૉયલ્સ (૧૬ પૉઇન્ટ) પ્લેઑફ માટે ટૉપ-ફોરની અંતિમ ટીમ બની હતી. રાજસ્થાનની જીતને કારણે પંજાબ કિંગ્સ (૧૫ પૉઇન્ટ) ચોથાથી પાંચમા ક્રમે સરકીને પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગયું હતું. જ્યારે કલકત્તા-દિલ્હીની અંતિમ મૅચના રિઝલ્ટનું કોઈ મહત્ત્વ રહ્યું નહોતું. કારણ કે અંતિમ મૅચ જીતીને કલકત્તા ૧૫ પૉઇન્ટ અથવા દિલ્હી ૧૪ પૉઇન્ટ સુધી જ પહોંચી શકે એમ હતું, અગાઉ ૧૮-૧૮ પૉઇન્ટ સાથે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ, ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઑફ માટે ક્વૉલિફાય કરી ચૂક્યા હતા. પૉઇન્ટ ટેબલમાં ટૉપ-ટૂમાં હોવાથી બૅન્ગલોર અને ગુજરાત વચ્ચે મંગળવારે ૨૬ મેએ ધરમશાલામાં ક્વૉલિફાયર-વન મૅચ રમાશે. આ મૅચ જીતનાર ટીમ ૩૧ મેએ અમદાવાદમાં ફાઇનલ મૅચ રમશે. જ્યારે હારનાર ટીમને ૨૯ મેએ ક્વૉલિફાયર-વન મૅચ રમીને ફાઇનલ મૅચમાં પહોંચવાની વધુ એક તક મળશે.

ત્રીજા અને ચોથા ક્રમની ટીમ હોવાથી હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે બુધવારે ૨૭ મેએ મુલ્લાંપુરમાં એલિમિનેટર મૅચ રમાશે. આ મૅચ જીતનાર ટીમ શુક્રવારે ક્વૉલિફાયર-વન મૅચમાં એન્ટ્રી કરશે, જ્યારે હારનારી ટીમ ટ્રોફી જીતવાની રેસમાંથી બહાર ફેંકાઈ જશે.

કઈ ટીમ કેટલામી વખત પ્લેઑફમાં રમશે? 
બૅન્ગલોર ૧૧મી વખત, હૈદરાબાદ આઠમી વખત, રાજસ્થાન સાતમી વખત અને ગુજરાત ચાર વખત પ્લેઑફમાં રમશે. IPL ઇતિહાસમાં ચેન્નઈ સૌથી વધુ ૧૨ વખત પ્લેઑફમાં પહોંચ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2026 08:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK