બન્ને પ્લેયર્સ ભારતની T20 સ્ક્વૉડનો ભાગ નથી એટલે ટેસ્ટ-ફૉર્મેટમાં પ્રદર્શન સુધારવાના ટાર્ગેટ સાથે રણજી મૅચ રમવા ઊતરશે. એલીટ ગ્રુપ Bમાં સૌરાષ્ટ્ર ૧૩ પૉઇન્ટ સાથે ચોથા ક્રમે અને પંજાબ ૧૧ પૉઇન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે.
શુભમન ગિલ અને રવીન્દ્ર જાડેજા
૨૨ જાન્યુઆરીથી રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬નો અંતિમ તબક્કો શરૂ થઈ રહ્યો છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર અને પંજાબની ટીમ ટકરાશે જેમાં ભારતીય ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલ પંજાબ અને નંબર વન ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સૌરાષ્ટ્ર માટે રમવા ઊતરશે.
બન્ને પ્લેયર્સ ભારતની T20 સ્ક્વૉડનો ભાગ નથી એટલે ટેસ્ટ-ફૉર્મેટમાં પ્રદર્શન સુધારવાના ટાર્ગેટ સાથે રણજી મૅચ રમવા ઊતરશે. એલીટ ગ્રુપ Bમાં સૌરાષ્ટ્ર ૧૩ પૉઇન્ટ સાથે ચોથા ક્રમે અને પંજાબ ૧૧ પૉઇન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે. દરેક ટીમની અંતિમ બે ગ્રુપ-સ્ટેજ મૅચ બાદ ૬ ફેબ્રુઆરીથી નૉકઆઉટ રાઉન્ડ શરૂ થશે.


