પહેલા દિવસના અંતે મુંબઈએ ૩ ઓવરમાં ૧ વિકેટ ગુમાવીને ૧૩ રન કર્યા હતા
સરફરાઝ ખાન માસ્ક પહેરીને રમવા ઊતર્યો
ગઈ કાલે મુંબઈની શરદ પવાર ક્રિકેટ ઍકૅડેમીમાં મુંબઈ અને દિલ્હી વચ્ચે રણજી ટ્રોફીની અંતિમ રાઉન્ડની ગ્રુપ-સ્ટેજ મૅચ શરૂ થઈ હતી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર દિલ્હી ૭૬.૪ ઓવરમાં ૨૨૧ રન કરીને ઑલઆઉટ થઈ ગયું હતું. પહેલા દિવસના અંતે મુંબઈએ ૩ ઓવરમાં ૧ વિકેટ ગુમાવીને ૧૩ રન કર્યા હતા.
મૅચ દરમ્યાન મુંબઈકર પ્લેયર્સ સરફરાઝ ખાન, મુશીર ખાન અને હિમાંશુ સિંહ સહિતના પ્લેયર્સ માસ્ક પહેરીને ફીલ્ડિંગ કરતા જોવા મળ્યા હતા. અહેવાલ અનુસાર મૅચના વેન્યુની આસપાસ ચાલુ બાંધકામને કારણે ખૂબ ધૂળ ઊડતી હતી એનાથી બચવા પ્લેયર્સ માસ્ક પહેરીને મેદાન પર રમ્યા હતા. ભૂતકાળમાં દિલ્હીનાં મેદાનો પર ક્રિકેટ મૅચ દરમ્યાન આવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.


