Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રવિચંદ્રન અશ્ચિને અચાનક IPLમાંથી લીધી નિવૃત્તિ! CSK છે જવાબદાર?

રવિચંદ્રન અશ્ચિને અચાનક IPLમાંથી લીધી નિવૃત્તિ! CSK છે જવાબદાર?

Published : 27 August, 2025 12:35 PM | Modified : 28 August, 2025 06:53 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ravichandran Ashwin announces retirement from IPL: ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓફ સ્પિનર આર અશ્વિને IPLમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી છે; તે હવે અન્ય T20 લીગમાં રમતા જોવા મળશે; અચાનક નિર્ણયે બધાને ચોંકાવી દીધા

રવિચંદ્રન અશ્ચિન છેલ્લે ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો

રવિચંદ્રન અશ્ચિન છેલ્લે ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો


ભારતીય ટીમ (Indian Cricket Team)ના ભૂતપૂર્વ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્ચિન (Ravichandran Ashwin)એ આજે રોજ ૨૭ ઓગસ્ટના ઇન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premiere League)માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ૩૮ વર્ષીય આર અશ્વિને અચાનક ઇન્સ્ટાગ્રામ (Instagram) પર નિવૃત્તિની જાહેરાત કરી અને કહ્યું કે તે હવે વિશ્વભરમાં મુસાફરી કરવા અને ટી૨૦ લીગ (T20 league)માં રમવા માટે તૈયાર છે.


ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની સૌથી સફળ ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings)ના શાનદાર ખેલાડી રવિચંદ્રન અશ્ચિને આજે અચાનક આઇપીએલમાંથી રિટાયરમેન્ટ (Ravichandran Ashwin announces retirement from IPL)ની જાહેરાત કરી છે. તેના અચાનક નિવૃત્તિના નિર્ણયથી બધા ચોંકી ગયા છે. જોકે, ગયા વર્ષે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતી વખતે તેણે પણ આવું જ કંઈક કર્યું હતું. હવે આઈપીએલને અલવિદા કહ્યા પછી, ચર્ચા તેજ થઈ ગઈ છે કે શું સીએસકે (CSK) અને અશ્વિન વચ્ચે બધું બરાબર નહોતું?



આર અશ્ચિને સોશ્યલ મીડિયા પોસ્ટમાં રિટાયરમેન્ટની જાહેરાત કરતા લખ્યું કે, ‘ખાસ દિવસ અને તેથી એક ખાસ શરૂઆત. કહે છે કે દરેક અંતની એક નવી શરૂઆત હશે, IPL ક્રિકેટર તરીકેનો મારો સમય આજે પૂરો થાય છે, પરંતુ વિવિધ લીગની આસપાસ રમતના સંશોધક તરીકેનો મારો સમય આજથી શરૂ થાય છે. વર્ષોથી બધી અદ્ભુત યાદો અને સંબંધો માટે બધી ફ્રેન્ચાઇઝીઓનો આભાર માનવા માંગુ છું અને સૌથી અગત્યનું @IPL અને @BCCI તેમણે અત્યાર સુધી મને જે આપ્યું છે તે બદલ. મારી આગળ જે છે તેનો આનંદ માણવા અને તેનો મહત્તમ ઉપયોગ કરવા માટે આતુર છું.’



અશ્વિને પોતાના પોસ્ટમાં ન તો એમએસ ધોનીનું (MS Dhoni) નામ લીધું કે ન તો કોઈ ફ્રેન્ચાઇઝી વિશે વાત કરી છે.

અશ્વિને CSK માટે IPL માં ડેબ્યૂ કર્યું હતું. ૨૦૦૯માં, તેણે CSK માટે તેની પહેલી IPL મેચ રમી હતી. તે જ સમયે, તેની IPL સફર પણ CSK સાથે સમાપ્ત થઈ. તેની IPL કારકિર્દીમાં અશ્વિને ચેન્નાઇ સુપર કિંગ્સ, રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ (Rising Pune Supergiants), પંજાબ કિંગ્સ (Punjab Kings), દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) જેવી ટીમો માટે રમ્યો હતો.

અહેવાલો દ્વારા, એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે, સીએસકે આઇપીએલ ૨૦૨૬ (IPL 2026) પહેલા અશ્વિનને પડતો મૂકશે અને સંજુ સેમસન (Sanju Samson)ને રાજસ્થાન રોયલ્સ સાથે વેચવાની ચર્ચા થઈ રહી હતી. જોકે, આ બાબતે હગજી કંઈ પુષ્ઠિ થઈ નથી.

અશ્ચિન હંમેશા પોતાના સ્પષ્ટવક્તા નિવેદનોને કારણે સમાચારમાં રહે છે. ણે તાજેતરમાં જ પોતાની યુટ્યુબ ચેનલ પર દાવો કર્યો હતો કે CSK યુવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસની સેવાઓ મેળવવા માટે `વધારાના પૈસા` ચૂકવવા તૈયાર છે, જેના પછી વિવાદ શરૂ થયો હતો. તેણે કહ્યું કે અન્ય ફ્રેન્ચાઇઝી ટીમોએ પણ બ્રેવિસને ખરીદવામાં રસ દાખવ્યો હતો, પરંતુ CSK એ એજન્ટો સાથે વાત કરી અને તેમને વધુ ફી ઓફર કરી, જેના પછી સોદો પુષ્ટિ થયો. તેના નિવેદન પછી, પાંચ વખતની IPL ચેમ્પિયન ટીમે સ્પષ્ટતા આપવી પડી. CSK એ નિવેદનમાં કહ્યું હતું કે ગુર્જપનિત સિંહ ઘાયલ થયા પછી, નિયમો હેઠળ ડેવાલ્ડ બ્રેવિસને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ગુર્જપનિતને હરાજીમાં ૨.૨૦ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો અને બ્રેવિસને પણ એટલી જ રકમ આપવામાં આવી હતી. આ પછી, અશ્વિનની પ્રતિક્રિયા પણ સામે આવી. તેણે કહ્યું હતું કે, ‘જૂના વીડિયોમાં, મારો હેતુ બ્રેવિસની બેટિંગ વિશે વાત કરવાનો હતો, તેના IPL કરાર સંબંધિત રકમ વિશે નહીં. આપણે સમજવું પડશે કે IPLમાં રમતા દરેક ખેલાડીનો ફ્રેન્ચાઇઝી અને આ લીગ સાથે કરાર છે. મારા શબ્દોને વિકૃત રીતે રજૂ કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં, મેં ફક્ત બ્રેવિસની શાનદાર બેટિંગ વિશે વાત કરી હતી. આજકાલ, કોઈ નિવેદન અથવા હેડલાઇનથી સમાચાર બનાવવામાં આવે છે. CSK દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતા જરૂરી હતી, કારણ કે ઘણા લોકોને શંકા હતી. સત્ય એ છે કે કોઈએ કોઈ ભૂલ કરી નથી.’

નોંધનીય છે કે, આર અશ્વિનને IPL 2025 મેગા ઓક્શનમાં CSK દ્વારા ૯.૭૫ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો, જે તેના માટે ભાવનાત્મક `ઘર વાપસી`ની ક્ષણ હતી, કારણ કે તેણે CSK ટીમ દ્વારા તેની IPL કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ ૨૦૨૫ની સીઝન તેના માટે નિરાશાજનક રહી, જ્યાં તેણે ૯ મેચમાં ફક્ત ૭ વિકેટ લીધી હતી. આ પહેલી વાર હતું જ્યારે તેણે એક સીઝનમાં ૧૨થી ઓછી મેચ રમી. આ પછી, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે CSK સાથે તેના ભવિષ્ય વિશે વાત કરી છે.

જોકે, અશ્વિને IPLને કેમ અલવિદા કહ્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી.

Whatsapp-channel Whatsapp-channel

28 August, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK