મૅચ સમયે કેટલાકને એ ગમ્યું અને કેટલાકને ન ગમ્યું. હું ફક્ત લોકોની પ્રતિક્રિયાઓ પર હસી રહ્યો છું.
ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારાઝ
સ્પેનના બાવીસ વર્ષના ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારાઝે ગઈ કાલે યુએસ ઓપન મેન્સ સિંગલ્સની પહેલી મૅચ માટે ટેનિસ કોર્ટ પર એન્ટ્રી મારીને સૌને ચોંકાવી દીધા હતા. છેલ્લા એક અઠવાડિયામાં જથ્થાદાર વાળ સાથે સિનસિનાટી ઓપનની ફાઇનલ અને યુએસ ઓપન મિક્સડ ડબલ્સ રમનાર અલ્કારાઝ વાળ વગરનો જોવા મળ્યો હતો.
પાંચ વખતના ગ્રૅન્ડ સ્લૅમ વિજેતા અલ્કારાઝે ટુર્નામેન્ટમાં વિજયી શરૂઆત કર્યા બાદ પ્રેસ-કૉન્ફરન્સમાં ખુલાસો કર્યો કે ‘મને એવું લાગ્યું કે મારા વાળ પહેલાંથી જ ખૂબ લાંબા છે અને હું ખરેખર ટુર્નામેન્ટ પહેલાં હૅરકટ ઇચ્છતો હતો. અચાનક મારા ભાઈએ મશીનથી ખોટી રીતે વાળ કાપી દીધા જેને ઠીક કરવાનો એકમાત્ર રસ્તો આ મુંડન જ હતું. મૅચ સમયે કેટલાકને એ ગમ્યું અને કેટલાકને ન ગમ્યું. હું ફક્ત લોકોની પ્રતિક્રિયાઓ પર હસી રહ્યો છું.’

