Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રવિચન્દ્રન અશ્વિનની ચેન્નઈ સુપર કિંગ્સને સલાહ: પથિરાના, ૦૭:૦૭, સ્ટોક્સને ટીમમાં સામેલ કરવા જેવા

રવિચન્દ્રન અશ્વિનની ચેન્નઈ સુપર કિંગ્સને સલાહ: પથિરાના, ૦૭:૦૭, સ્ટોક્સને ટીમમાં સામેલ કરવા જેવા

Published : 29 May, 2026 01:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચેન્નઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને આગામી સીઝન માટે ટીમને મોટાં સલાહ-સૂચન આપ્યાં છે.

રવિચન્દ્રન અશ્વિનની ચેન્નઈ સુપર કિંગ્સને સલાહ: પથિરાના, ૦૭:૦૭, સ્ટોક્સને ટીમમાં સામેલ કરવા જેવા

રવિચન્દ્રન અશ્વિનની ચેન્નઈ સુપર કિંગ્સને સલાહ: પથિરાના, ૦૭:૦૭, સ્ટોક્સને ટીમમાં સામેલ કરવા જેવા


ચેન્નઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને આગામી સીઝન માટે ટીમને મોટાં સલાહ-સૂચન આપ્યાં છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર એક યુઝરે સવાલ કર્યો કે ‘જો મથીશા પથીરાનાને આગામી સીઝનમાં કલકત્તા રિલીઝ કરે તો શું ચેન્નઈએ તેને ફરી ટીમમાં સામેલ કરવો જોઈએ?’

આ ટ્વીટના જવાબમાં રવિચન્દ્રન અશ્વિને ટૂંકમાં લખ્યું, ‘પથિરાના, ૦૭:૦૭, સ્ટોક્સ.’ ટૂંકમાં તેણે ઉલ્લેખ કર્યો કે ચેન્નઈએ આગામી સીઝનમાં ફાસ્ટ બોલર મથીશા પથિરાના, હાર્દિક પંડ્યા અને બેન સ્ટોક્સને સામેલ કરવા જોઈએ. હાલમાં હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મોબાઇલ ફોનમાં ૦૭:૦૭નો સમય જોઈને ફૅન્સ અંદાજ લગાવી રહ્યા છે કે હાર્દિક પંડ્યા આગામી સીઝનમાં ૭ નંબરની જર્સી પહેરતા મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ ટીમમાં જોડાશે. 


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2026 01:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK