IPL 2026માં બૅન્ગલોરના કૅપ્ટન તરીકે રજત પાટીદારે ૧૫ મૅચમાં પાંચ ફિફ્ટીની મદદથી ૫૦૧ રન ઝૂડીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું
ઇરફાન પઠાન
ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઇરફાન પઠાને બૅટિંગ ક્રમમાં વિવિધતા ઉમેરવા માટે જમણા હાથના બૅટ્સમૅન રજત પાટીદારનો સમાવેશ કરવાની હિમાયત કરી છે. IPL 2026માં બૅન્ગલોરના કૅપ્ટન તરીકે રજત પાટીદારે ૧૫ મૅચમાં પાંચ ફિફ્ટીની મદદથી ૫૦૧ રન ઝૂડીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ઇરફાન પઠાન કહે છે કે ‘ભારતીય T20 ટીમમાં હાલ ડાબા હાથના બૅટ્સમેનોની સંખ્યાને જોતાં ટીમ ઇન્ડિયાઅે ભવિષ્યમાં રજત પાટીદારને ધ્યાનમાં લેવો જોઈએ. મને ખરેખર આશા છે કે તેને તક મળશે, કારણ કે ટીમ ઇન્ડિયા પાસે આગામી T20 વર્લ્ડ કપ પહેલાં પ્રયોગ કરવા માટે હજી પણ પુષ્કળ સમય છે.’
ADVERTISEMENT
રજત પાટીદારે ભારત માટે ત્રણ ટેસ્ટ-મૅચ અને એક વન-ડે મૅચ રમી છે, પરંતુ હજી સુધી સૌથી ટૂંકા ફૉર્મેટ T20માં રમવાનું બાકી છે. T20માં તેણે ૧૦૬ ઇનિંગ્સમાં ૧૬૦.૦૮ના સ્ટ્રાઇક-રેટથી ૩૩૮૯ રન બનાવ્યા છે.
