રિષભ પંત બૅન્ગલોરસ્થિત BCCI સેન્ટર ઑફ એક્સલન્સમાં પગના ફ્રૅક્ચરમાંથી સંપૂર્ણ ફિટ થવા માટે મહેનત કરી રહ્યો છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ભારતનો વિકેટકીપર-બૅટર રિષભ પંત બૅન્ગલોરસ્થિત BCCI સેન્ટર ઑફ એક્સલન્સમાં પગના ફ્રૅક્ચરમાંથી સંપૂર્ણ ફિટ થવા માટે મહેનત કરી રહ્યો છે. એની સાથે તે ક્રિકેટ સિવાયની રમતોમાં પણ હાથ અજમાવી રહ્યો છે. થોડા દિવસ પહેલાં ગૉલ્ફ રમનાર રિષભ પંતે હાલમાં પોતાની તીરંદાજીની સ્કિલ બતાવી હતી. સોશ્યલ મીડિયા પર શૅર કરેલા એક વિડિયોમાં તેણે પહેલા જ પ્રયાસમાં ટાર્ગેટના કેન્દ્રમાં તીર માર્યું હતું. રિષભ પંત આગામી રણજી ટ્રોફીની સીઝનના બીજા હાફમાં દિલ્હી માટે રમીને ક્રિકેટના મેદાન પર વાપસી કરશે એવા અહેવાલ મળી રહ્યા છે.

