રોહિત શર્મા અને વિરાટ કોહલી ઑલમોસ્ટ સાત મહિના બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વાપસી કરી રહ્યા છે.
પ્રૅક્ટિસ સેશન બાદ પર્થ સ્ટેડિયમની બહાર ફૅન્સને ઑટોગ્રાફ આપતા રોહિત શર્મા અને વિરાટ કોહલી.
રોહિત શર્મા અને વિરાટ કોહલી ઑલમોસ્ટ સાત મહિના બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વાપસી કરી રહ્યા છે. બન્ને પ્લેયર છેક નવ વર્ષ બાદ એક અલગ કૅપ્ટનના નેતૃત્વ હેઠળ ઇન્ટરનૅશનલ મૅચ રમતા જોવા મળશે. છેલ્લે તેઓ ૨૦૧૬ની ૨૯ ઑક્ટોબરે વિશાખાપટનમમાં મહેન્દ્ર સિંહ ધોનીની કૅપ્ટન્સીમાં વન-ડે મૅચ સાથે રમ્યા હતા, જેમાં ભારતે ન્યુ ઝીલૅન્ડ સામે ૧૯૦ રને જીત નોંધાવી હતી. ત્યાર બાદ તેઓ આજે શુભમન ગિલના નેતૃત્વમાં પ્લેયર્સ તરીકે મેદાન પર ઊતરશે. ૨૦૧૭થી ૨૦૨૧ વિરાટ કોહલી અને ૨૦૨૧થી ૨૦૨૫ દરમ્યાન રોહિત શર્માએ ઑલમોસ્ટ દરેક ફૉર્મેટમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું.

