શુભમન ગિલ ભારતીય ક્રિકેટ ટીમના ટૅસ્ટ કૅપ્ટન તરીકે રોહિત શર્માના સ્થાને સૌથી આગળ છે. "શુભમન ગિલ વિશે વાત થઈ રહી છે, તેના પર વિચારણા થઈ શકે છે. થોડા વધુ ફેરફારો થશે કારણ કે આ વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશીપ (WTC) ચક્ર શરૂ કરે છે. સિલેક્ટર્સ પાછળ નહીં હટે.
રોહિત શર્મા અને તેણે શૅર કરેલી પોસ્ટ (તસવીર: મિડ-ડે અને ઇન્સ્ટાગ્રામ)
ઇન્ડિયન પ્રિમીયર લીગ 2025માં રોહિત શર્માની (Rohit Sharma Test Retirement) પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે. રોહિત ઇન્ડિયન ક્રિકેટ ટીમનો સુકાની છે. જોકે તાજેતરમાં ભારતના સ્ટાર ખેલાડી રોહિત શર્માને ટીમની કૅપ્ટન પદથી હટાવવામાં આવવાની ચર્ચાઓ શરૂ હતી. આ ચર્ચાઓ વચ્ચે રોહિતે પોતે જ એક ચોંકાવનારી જાહેરાત કરી છે. તેણે પોતે જ ટૅસ્ટ ક્રિકેટમાંથી નિવૃત થવાનો નિર્ણય લઈ લીધો છે.
રોહિત શર્માએ તાત્કાલિક અસરથી ટૅસ્ટ ક્રિકેટમાંથી (Rohit Sharma Test Retirement) નિવૃત્તિની જાહેરાત કરી છે. આ સ્ટાર બૅટરે બુધવારે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ નિર્ણયની જાહેરાત કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે તે ફક્ત ODI ફોર્મેટમાં જ રમશે. રોહિત શર્માએ 2024 T20 વર્લ્ડ કપ પછી T20I ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ઑસ્ટ્રેલિયામાં 2024-25 બોર્ડર ગાવસ્કર ટ્રૉફીમાં ખરાબ પ્રદર્શન બાદ પ્રશ્નાર્થ ચિહ્નોનો સામનો કર્યા બાદ રોહિત શર્માએ આ રીતે સૌથી લાંબા ફોર્મેટમાં પોતાના ભવિષ્ય અંગેની બધી અટકળોનો અંત લાવ્યો છે.
ADVERTISEMENT
રોહિતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું “તમામ લોકોને નમસ્તે, હું ફક્ત એટલું જ કહેવા માગુ છું કે હું ટૅસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. સફેદ જર્સીમાં મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સન્માનની વાત છે. વર્ષોથી મળેલા બધા પ્રેમ અને સમર્થન બદલ આભાર. હું ODI ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો રહીશ.” જોકે રોહિતે અચાનક આટલો મોટો નિર્ણય ક્યાં કારણસર લીધો તે હજી સુધી સામે આવ્યું નથી. તેનાના નિર્ણયથી તેના ચાહકો ભાવુક થઈ ગયા છે, અને તેની ટૅસ્ટ રિટાયરમેન્ટ વિશેનું કારણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
38 વર્ષીય ખેલાડી પોતાની કારકિર્દીના બીજા ભાગમાં ભારતનો સૌથી સફળ ટૅસ્ટ બૅટર હતો, તેણે 67 ટૅસ્ટમાં 12 સદી અને 18 અડધી સદી સાથે 40.57 ની સરેરાશથી 4301 રન બનાવ્યા હતા. રોહિતે ઑસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલમાં ભારતનું નેતૃત્વ કર્યું અને ન્યુઝીલૅન્ડ સામેની છેલ્લી બે સિરીઝ અને ઑસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર સિરીઝ (Rohit Sharma Test Retirement) બચાવી. ઇંગ્લૅન્ડમાં પાંચ ટૅસ્ટ મેચોની સિરીઝ માટે ભારત પાસે એક નવો ટૅસ્ટ કૅપ્ટન હશે જેમાં જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને રિષભ પંત સંભવિત ઉમેદવારો હોઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શુભમન ગિલ ભારતીય ક્રિકેટ ટીમના ટૅસ્ટ કૅપ્ટન તરીકે રોહિત શર્માના સ્થાને સૌથી આગળ છે. "શુભમન ગિલ વિશે વાત થઈ રહી છે, તેના પર વિચારણા થઈ શકે છે. થોડા વધુ ફેરફારો થશે કારણ કે આ વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશીપ (WTC) ચક્ર શરૂ કરે છે. સિલેક્ટર્સ પાછળ નહીં હટે. તેઓ આગળ જોશે તેવી શક્યતા છે.”

