Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જોહનિસબર્ગ ટેસ્ટ-મૅચના અંતિમ દિવસે બંગલાદેશ સામે ૩૪ રનમાં પાંચ વિકેટ લઈને સાઉથ આફ્રિકાએ બાજી મારી

જોહનિસબર્ગ ટેસ્ટ-મૅચના અંતિમ દિવસે બંગલાદેશ સામે ૩૪ રનમાં પાંચ વિકેટ લઈને સાઉથ આફ્રિકાએ બાજી મારી

Published : 20 November, 2026 09:52 AM | Modified : 20 November, 2026 10:12 AM | IST | Johannesburg
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉથ આફ્રિકાએ એઇડન માર્કરમના ૮ રનની મદદથી ૧.૩ ઓવરમાં ૧ વિકેટના નુકસાન સાથે ૧૨ રન કર્યા હતા. પહેલી ઇનિંગ્સમાં બંગલાદેશે ૪૦૦ રન અને સાઉથ આફ્રિકાએ ૫૫૭ રન કર્યા હતા.

સાઉથ આફ્રિકાના અનુભવી સ્પિનર સાઇમન હાર્મરે બીજી ઇનિંગ્સમાં ૬ વિકેટ લીધી

સાઉથ આફ્રિકાના અનુભવી સ્પિનર સાઇમન હાર્મરે બીજી ઇનિંગ્સમાં ૬ વિકેટ લીધી


બંગલાદેશ સામેની બે ટેસ્ટ-મૅચની સિરીઝમાં યજમાન સાઉથ આફ્રિકાએ ૧-૦ની લીડ મેળવી લીધી છે. સાઉથ આફ્રિકાએ જોહનિસબર્ગમાં રમાયેલી વરસાદથી પ્રભાવિત પહેલી ટેસ્ટ-મૅચ ૯ વિકેટે જીતી હતી. બંગલાદેશે બીજી ઇનિંગ્સમાં ૫૫.૩ ઓવરમાં ૧૬૮-૧૦નો સ્કોર કરીને માત્ર ૧૨ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. સાઉથ આફ્રિકાએ એઇડન માર્કરમના ૮ રનની મદદથી ૧.૩ ઓવરમાં ૧ વિકેટના નુકસાન સાથે ૧૨ રન કર્યા હતા. પહેલી ઇનિંગ્સમાં બંગલાદેશે ૪૦૦ રન અને સાઉથ આફ્રિકાએ ૫૫૭ રન કર્યા હતા.

બંગલાદેશે ૧૦૦-૫ના સ્કોરથી પાંચમા દિવસે બીજી ઇનિંગ્સ આગળ વધારી હતી. ૮૭ રનમાં પહેલી પાંચ વિકેટ ગુમાવનાર મહેમાન ટીમે ગઈ કાલે ૩૪ રનની અંદર અંતિમ પાંચ વિકેટ ગુમાવી હતી. પહેલી ઇનિંગ્સના શતકવીર લિટન દાસે બીજી ઇનિંગ્સમાં સૌથી વધુ ૩૮ બૉલમાં ૬ ફોરની મદદથી ૩૯ રન કર્યા હતા.



બીજી ઇનિંગ્સમાં સાઉથ આફ્રિકન સ્પિનર સાઇમન હાર્મરે ૧૨.૩ ઓવરમાં ૫૧ રન આપીને ૬ વિકેટ લીધી હતી. ગઈ કાલે પહેલી પાંચમાંથી ૪ વિકેટ તેણે જ લીધી હતી. પહેલી ઇનિંગ્સમાં પાંચ વિકેટ અને બીજી ઇનિંગ્સમાં ૩ વિકેટ લેનાર ફાસ્ટ બોલર કૅગિસો રબાડા પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.


14 : કૅપ્ટન તરીકે પહેલી ૧૬ ટેસ્ટ-મૅચમાં સૌથી વધુ આટલી મૅચ જીતનાર પ્લેયર બન્યો ટેમ્બા બવુમા. એક મૅચ ડ્રૉ રહી અને એક હાર પણ મળી હતી.

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ-ટેબલમાં નંબર વન સ્થાને બિરાજમાન થયું સાઉથ આફ્રિકા


ગઈ કાલની બંગલાદેશ સામેની જીત પછી સાઉથ આફ્રિકાએ એક સ્થાનના ફાયદા સાથે ન્યુ ઝીલૅન્ડને પછાડીને નંબર વનનું સ્થાન લઈ લીધું છે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ-ટેબલમાં એના પૉઇન્ટ ૬૦થી વધીને ૭૨ થયા છે, જ્યારે પૉઇન્ટ ટકાવારી ૭૧.૪૩ થી વધીને ૭૫ ટકા થઈ છે. બંગલાદેશ આ હાર પછી પાંચમા ક્રમે જ રહ્યું છે. આ ટીમની પૉઇન્ટ ટકાવારી ૪૫.૮૩ થી ઘટીને ૪૦.૭૪ ટકા થઈ ગઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2026 10:12 AM IST | Johannesburg | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK