જેમાં ૧૩ ભારતીય ક્રિકેટર્સ પણ સામેલ છે. ઇંગ્લૅન્ડના ૧૫૦+ પ્લસ અને પાકિસ્તાનના ૪૦ પ્લેયર્સ પણ ૭ ટીમ માટે ૮૪ સ્પૉટ માટે ઑક્શનમાં ઊતરશે.
દિનેશ કાર્તિક
ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર દિનેશ કાર્તિક સાઉથ આફ્રિકાની SA20 ત્રીજી સીઝનમાં રમીને આ લીગમાં રમનાર પહેલો ભારતીય ક્રિકેટર બન્યો હતો. તેનાથી પ્રેરિત થઈને આ લીગની ૨૬ ડિસેમ્બરથી ૨૦૨૬ની ૨૫ જાન્યુઆરી સુધી આયોજિત ચોથી સીઝનમાં વધુ કેટલાક ભારતીય રમતા જોવા મળી શકે છે. નવ સપ્ટેમ્બરના ઑક્શન માટે ૭૮૪ ક્રિકેટર્સે નામ નોંધાવ્યાં છે, જેમાં ૧૩ ભારતીય ક્રિકેટર્સ પણ સામેલ છે. ઇંગ્લૅન્ડના ૧૫૦+ પ્લસ અને પાકિસ્તાનના ૪૦ પ્લેયર્સ પણ ૭ ટીમ માટે ૮૪ સ્પૉટ માટે ઑક્શનમાં ઊતરશે.
ભારતીય ક્રિકેટ બોર્ડના નિયમ અનુસાર વિદેશી લીગમાં ભાગ લેવા ભારતીય પ્લેયર રિટાયર્ડ હોવો જોઈએ એટલે કે ભારત અને IPL માટે રમવાનો દાવો છોડી ચૂકેલા હોવો જોઈએ. આ લિસ્ટમાં ભૂતપૂર્વ ભારતીય સ્પિનર પીયૂષ ચાવલા (ઉત્તર પ્રદેશ) અને ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલ (પંજાબ) સહિત અંકિત રાજપૂત (ઉત્તર પ્રદેશ), મહેશ આહિર (ગુજરાત), સરુલ કંવર (પંજાબ), અનુરિત સિંહ કથુરિયા (દિલ્હી), નિખિલ જગા (રાજસ્થાન), કે. એસ. નવીન (તામિલનાડુ), ઇમરાન ખાન (ઉત્તર પ્રદેશ), અતુલ યાદવ (ઉત્તર પ્રદેશ) સામેલ છે. મોહમ્મદ ફૈદ, અન્સારી મારુફ અને વેન્કટેશ ગાલીપેલી કયા રાજ્યના છે એ સ્પષ્ટ થયું નથી.

