૧૫ નવેમ્બરની સ્પેશ્યલ તારીખે સચિન તેન્ડુલકરે રસપ્રદ ફોટો શૅર કરીને ખુલાસો કર્યો કે...
સચિન તેન્ડુલકરના એક બાળપણના ફોટોમાં તેના હાથમાં જે નાનકડું બૅટ હતું એ આજે પણ તેની પાસે ઘરમાં સુરક્ષિત છે.
વિશ્વના હાઇએસ્ટ રન-સ્કોરર સચિન તેન્ડુલકરે ગઈ કાલે પોતાના બાળપણની એક સ્પેશ્યલ વસ્તુ સાથે ફોટો શૅર કર્યો હતો. સચિન તેન્ડુલકરના એક બાળપણના ફોટોમાં તેના હાથમાં જે નાનકડું બૅટ હતું એ આજે પણ તેની પાસે ઘરમાં સુરક્ષિત છે.
૫૩ વર્ષના સચિને પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં બાળપણનો એ બ્લૅક-ઍન્ડ-વાઇટ ફોટો અને એ જ અંદાજમાં બૅટિંગનો પોઝ આપતો હાલનો ફોટો શૅર કર્યો હતો. તેણે કૅપ્શનમાં લખ્યું હતું કે `પહલે બૅટ કી બાત હૈ, ૪૯ સાલ કે બાદ ભી મેરે સાથ હૈ.`
ADVERTISEMENT
૧૫ નવેમ્બરની તારીખ સચિન માટે ખાસ રહી છે. ૩૭ વર્ષ પહેલાં ૧૯૮૯માં કરાચીમાં સચિને પાકિસ્તાન સામે ૧૫ નવેમ્બરે જ ઇન્ટરનૅશનલ ડેબ્યુ કર્યું હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સચિને ૨૦૧૩ની ૧૫ નવેમ્બરે વેસ્ટ ઇન્ડીઝ સામે પોતાની અંતિમ ઇન્ટરનૅશનલ ઇનિંગ્સ રમી હતી.
