Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુંબઈનો સાઈરાજ બહુતુલે ભારતની ટીમનો સ્પિન બોલિંગ કોચ બન્યો

મુંબઈનો સાઈરાજ બહુતુલે ભારતની ટીમનો સ્પિન બોલિંગ કોચ બન્યો

Published : 03 June, 2026 02:11 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈમાં જન્મેલા ૫૩ વર્ષના સાઈરાજ બહુતુલેને ભારતીય મેન્સ ક્રિકેટ ટીમમાં મોટી જવાબદારી મળી છે.

સાઈરાજ બહુતુલે

સાઈરાજ બહુતુલે


મુંબઈમાં જન્મેલા ૫૩ વર્ષના સાઈરાજ બહુતુલેને ભારતીય મેન્સ ક્રિકેટ ટીમમાં મોટી જવાબદારી મળી છે. ગૌતમ ગંભીરની આગેવાની હેઠળના કોચિંગ સ્ટાફમાં હવે સાઈરાજ બહુતુલે સ્પિન બોલિંગ કોચની ભૂમિકામાં જોવા મળશે. ખેલાડી અને કોચ તરીકે તેને બહોળો અનુભવ છે.

ભારત માટે ૧૯૯૭થી ૨૦૦૩ દરમ્યાન બે ટેસ્ટ-મૅચમાં ૩ વિકેટ અને ૮ વન-ડે મૅચમાં બે વિકેટ લીધી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ૧૮૮ મૅચમાં તેણે ૬૧૭૬ રન કરવાની સાથે ૬૩૦ વિકેટ લીધી હતી. કોચિંગ કરીઅરમાં સાઈરાજ બહુતુલે વિદર્ભ, કેરલ, ગુજરાત અને બંગાળની ડોમેસ્ટિક ટીમનો હેડ કોચ રહ્યો છે. IPLમાં રાજસ્થાન રૉયલ્સ અને પંજાબ કિંગ્સ સાથે સ્પિન બોલિંગ કોચ તરીકે પણ રહ્યો છે.

સાઈરાજ બહુતુલે ૨૦૨૨માં ભારતની અન્ડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો બોલિંગ કોચ અને ૨૦૨૪ની સીઝનમાં કોચિંગ સ્ટાફનો પણ ભાગ હતો.૨૦૨૧થી ૨૦૨૪ સુધી તે સેન્ટર ઑફ એક્સેલન્સના કોચિંગ સેટઅપનો પણ સભ્ય હતો. 


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2026 02:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK