વર્તમાન સીઝનની ક્વૉલિફાયર-વન મૅચમાં સૅમ કરૅનની ટીમ ડેઝર્ટ વાઇપર્સે ૨૩૩ રનનો સ્કોર MI એમિરેટ્સ સામે ડિફેન્ડ કરી ૪૫ રને જીત નોંધાવીને સતત બીજી વખત ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.
ડેઝર્ટ વાઇપર્સ અને MI એમિરેટ્સની રોમાંચક ટક્કર
દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આજે ઇન્ટરનૅશનલ લીગ T20 (ILT 20)ની ચોથી સીઝનની ફાઇનલ મૅચ રમાશે. ૨૦૨૪-’૨૫ સીઝનની ચૅમ્પિયન ટીમ MI એમિરેટ્સ અને પહેલી-ત્રીજી સીઝનની રનર-અપ ટીમ ડેઝર્ટ વાઇપર્સ વચ્ચે ટ્રોફી જીતવાનો રોમાંચક જંગ જામશે.
વર્તમાન સીઝનની ક્વૉલિફાયર-વન મૅચમાં સૅમ કરૅનની ટીમ ડેઝર્ટ વાઇપર્સે ૨૩૩ રનનો સ્કોર MI એમિરેટ્સ સામે ડિફેન્ડ કરી ૪૫ રને જીત નોંધાવીને સતત બીજી વખત ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. કાઇરન પોલાર્ડની ટીમ MI એમિરેટ્સ ક્વૉલિફાયર-ટૂ મૅચમાં અધુ ધાબી નાઇટ રાઇડર્સ સામે ૧૨૧ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ૭ વિકેટના વિજય સાથે ફાઇનલિસ્ટ બની હતી.


