Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સેમી-ફાઇનલમાં ભારતની જીતનો ખરો હીરો જસપ્રીત બુમરાહ : સંજુ સૅમસન

સેમી-ફાઇનલમાં ભારતની જીતનો ખરો હીરો જસપ્રીત બુમરાહ : સંજુ સૅમસન

Published : 07 March, 2026 04:11 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જસપ્રીત બુમરાહની ઇંગ્લૅન્ડ સામે અઢારમી ઓવર પછી ભારતની જીતની શક્યતા ૭૭.૭૨થી વધીને ૮૯.૮૮ ટકા થઈ ગઈ હતી. ઇંગ્લૅન્ડની બૅટિંગ દરમ્યાન પાંચમી ઓવર પછી ભારતની જીતની શક્યતા ૯૮.૬૧ ટકા હતી, પરંતુ સત્તરમી ઓવર પછી એ ઘટીને ૭૭.૭૨ ટકા થઈ ગઈ.

જસપ્રીત બુમરાહ અને સંજુ સૅમસન

જસપ્રીત બુમરાહ અને સંજુ સૅમસન


ઇંગ્લૅન્ડ સામેની સેમી-ફાઇનલ મૅચમાં ૮૯ રન ફટકારીને સંજુ સૅમસન પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તેણે મૅચ બાદ કહ્યું હતું કે ‘હું આજે ટીમ કેવી રીતે રમી એનાથી ખૂબ ખુશ છું અને બધું શ્રેય જસપ્રીત બુમરાહને જાય છે. તે એક વર્લ્ડ ક્લાસ અને વન્સ ઇન ધ જનરેશન બોલર છે. આ અવૉર્ડ ખરેખર તેને જ મળવો જોઈએ. જો અમે ડેથ-ઓવરોમાં એના જેવી બોલિંગ ન કરી હોત તો મને લાગે છે કે હું અહીં અવૉર્ડ લેવા ઊભો ન હોત. બધું શ્રેય બોલરોને જાય છે.’

બુમરાહની અઢારમી ઓવર પછી ભારતની જીતની શક્યતા ૭૭.૭૨થી વધીને ૮૯.૮૮ ટકા થઈ હતી

જસપ્રીત બુમરાહની ઇંગ્લૅન્ડ સામે અઢારમી ઓવર પછી ભારતની જીતની શક્યતા ૭૭.૭૨થી વધીને ૮૯.૮૮ ટકા થઈ ગઈ હતી. ઇંગ્લૅન્ડની બૅટિંગ દરમ્યાન પાંચમી ઓવર પછી ભારતની જીતની શક્યતા ૯૮.૬૧ ટકા હતી, પરંતુ સત્તરમી ઓવર પછી એ ઘટીને ૭૭.૭૨ ટકા થઈ ગઈ. બુમરાહે અઢારમી ઓવરમાં ફક્ત ૬ રન આપ્યા હતા અને ભારતે આખરે ૭ રનથી મૅચ જીતી લીધી. ભારતીય બોલિંગ-યુનિટમાંથી તેણે ૪ ઓવરના સ્પેલમાં સૌથી પ્રભાવશાળી બોલિંગ કરી હતી.

બુમરાહ ૫૦૦ ઇન્ટરનૅશનલ વિકેટ લેનાર આઠમો ભારતીય બન્યો



સેમી-ફાઇનલ મૅચમાં ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી બ્રૂકને કૅચઆઉટ કરીને ભારતના પેસ બોલર જસપ્રીત બુમરાહે પોતાની ૫૦૦મી ઇન્ટરનૅશનલ વિકેટ ઝડપી હતી. તે આ સિદ્ધિ મેળવનાર આઠમો અને ઓવરઑલ ૪૨મો પ્લેયર બન્યો છે. તેણે રેકૉર્ડ ૨૦.૬૨ની બોલિંગ-ઍવરેજથી ૫૦૦ વિકેટ ઝડપી હતી. તેણે બાવન ટેસ્ટ-મૅચમાં ૨૩૪ વિકેટ, ૮૯ વન-ડે મૅચમાં ૧૪૯ વિકેટ અને ૯૪ T20 મૅચમાં ૧૧૭ વિકેટ લીધી છે.


જસપ્રીત બુમરાહે કઈ ઓવરમાં કેટલા રન આપ્યા હતા? 
પાંચમી ઓવરમાં ૭ રન 
અગિયારમી ઓવરમાં 
૧૨ રન
સોળમી ઓવરમાં ૮ રન
અઢારમી ઓવરમાં ૬ રન


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2026 04:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK