ગર્વિત ઉત્તમે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે વિરાટ કોહલીને મુઝે છોટા ચીકુ કહા થા. ગર્વિત ઉત્તમે કરેલા ખુલાસા અનુસાર ફોટોશૂટ દરમ્યાન વિરાટ કોહલીએ રોહિત શર્મા પાસે જઈને કહ્યું હતું કે વો દેખ મેરા ડુપ્લિકેટ વહાં બેઠા હૈ.
વિરાટ કોહલી સાથે જોવા મળેલો ચીકુનો હમશકલ ગર્વિત ઉત્તમ
બરોડા વન-ડે પહેલાં વિરાટ કોહલી સાથે જોવા મળેલો ચીકુનો હમશકલ ગર્વિત ઉત્તમ હાલમાં ભારે ચર્ચામાં છે. હરિયાણાનો ૧૦ વર્ષનો આ બાળક કોટંબી સ્ટેડિયમમાં બ્રૅન્ડ ફોટોશૂટ દરમ્યાન વિરાટ કોહલી સહિતના ક્રિકેટર્સ સાથે હાજર રહ્યો હતો. તે પોતે પણ ક્રિકેટ શીખી રહ્યો છે.
ગર્વિત ઉત્તમે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે વિરાટ કોહલીને મુઝે છોટા ચીકુ કહા થા. ગર્વિત ઉત્તમે કરેલા ખુલાસા અનુસાર ફોટોશૂટ દરમ્યાન વિરાટ કોહલીએ રોહિત શર્મા પાસે જઈને કહ્યું હતું કે વો દેખ મેરા ડુપ્લિકેટ વહાં બેઠા હૈ. ગર્વિત ઉત્તમના ચહેરાના હાવભાવ, હૅરસ્ટાઇલ કોહલીના બાળપણના ફોટો જેવાં જ દેખાઈ રહ્યાં છે.


