Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જેલમાં બંધ ઇમરાન ખાન માટે ઑસ્ટ્રેલિયાના ૭ ભૂતપૂર્વ કૅપ્ટન મેદાનમાં

જેલમાં બંધ ઇમરાન ખાન માટે ઑસ્ટ્રેલિયાના ૭ ભૂતપૂર્વ કૅપ્ટન મેદાનમાં

Published : 17 September, 2026 03:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાનમાં યોગ્ય તબીબી સુવિધા અપાવવા ઑસ્ટ્રેલિયાના વિદેશપ્રધાનને પત્ર લખીને અપીલ કરી

ઇમરાન ખાન

ઇમરાન ખાન


પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભૂતપૂર્વ ક્રિકેટ કૅપ્ટન ઇમરાન ખાન હાલ જેલમાં છે ત્યારે તેમના બચાવમાં ઑસ્ટ્રેલિયાના સાત ભૂતપૂર્વ ક્રિકેટ કૅપ્ટનો મેદાનમાં આવ્યા છે. ઍલન બૉર્ડર, ગ્રેગ ચૅપલ, ઇયાન ચૅપલ, બેલિન્ડા ક્લાર્ક, કિમ હ્યુઝ, માર્ક ટેલર અને સ્ટીવ વૉએ ઑસ્ટ્રેલિયાના વિદેશપ્રધાન પેની વૉન્ગને પત્ર લખીને ઇમરાનની અટકાયત અંગે માનવતાવાદી ચિંતા વ્યક્ત કરી હતી. 
પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેઓ કોઈ રાજકીય વ્યક્તિ તરીકે નહીં પરંતુ ભૂતપૂર્વ કૅપ્ટન તરીકે આ અપીલ કરી રહ્યા છે. તેઓ ઇમરાન સામેના કાનૂની કે રાજકીય કેસમાં પડવા માગતા નથી પરંતુ કોઈ પણ કેદી સાથે થતા વર્તનને તેઓ મૂળભૂત માનવતાનો વિષય માને છે. ગ્રેગ ચૅપલે વિદેશપ્રધાન સાથે મુલાકાત માટે પણ સમયની માગણી કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.
અગાઉ ૨૩ ઑગસ્ટે વિશ્વભરના ૨૨ ભૂતપૂર્વ કૅપ્ટનોએ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને પત્ર લખીને ઇમરાનને વધુ સારી તબીબી સારવાર પૂરી પાડવા અપીલ કરી હતી. તાજેતરના પત્રમાં નોંધવામાં આવ્યું હતું કે ઇમરાનના પરિવારજનો છેલ્લા ઘણા મહિનાઓથી જેલમાં તેમને મળતી મર્યાદિત તબીબી સંભાળ, પરિવાર સાથે ઓછા સંપર્ક અને વકીલો સાથે ન મળવા દેવા અંગે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK