શફાલી વર્માને ૬૯ રન બનાવવા બદલ પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો
શફાલી વર્મા
મંગળવારે વિશાખાપટનમમાં બીજી T20માં પણ ભારતીય મહિલા ટીમે દબદબો જાળવી રાખતાં ૭ વિકેટે શાનદાર જીત મેળવીને પાંચ મૅચની સિરીઝમાં ૨-૦ની લીડ લઈ લીધી હતી. ભારતીય સ્પિનરો ઉપરાંત ઓપનર શફાલી વર્માના શાનદાર પર્ફોર્મન્સે આ મૅચ ૪૯ બૉલ બાકી રાખીને આસાનીથી જીતી લીધી હતી. ૩૪ બૉલમાં એક સિક્સર અને ૧૧ ફોર સાથે આક્રમક અણમન ૬૯ રન બનાવનાર શફાલી પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થઈ હતી.
શફાલીનો ૯૨મી T20 ઇન્ટરનૅશનલ મૅચમાં આ આઠમો પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ હતો. આ સાથે તેણે ભારતીયોમાં આ મામલે ધુરંધરો સ્મૃતિ માન્ધના, દીપ્તિ શર્મા અને જેમિમા રૉડ્રિગ્સને પાછળ છોડીને ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. આ ત્રણેય ખેલાડીઓ અત્યાર સુધી ૭-૭ વખત પ્લેયર ઑફ ધ મૅચ બની છે. ૧૨ અવૉર્ડ સાથે મિથાલી રાજ ટૉપમાં અને ૧૧ અવૉર્ડ સાથે કૅપ્ટન હરમનપ્રીત કૌર બીજા સ્થાને છે.
ADVERTISEMENT
|
T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ વાર પ્લેયર આૅફ ધ મૅચ બનનાર ભારતીય ખેલાડીઓ |
||||
|
ખેલાડી |
મૅચ |
રન |
વિકેટ |
અવૉર્ડ |
|
મિથાલી રાજ |
૮૯ |
૨૩૬૪ |
૦ |
૧૨ |
|
હરમનપ્રીત કૌર |
૧૮૪ |
૩૬૭૯ |
૩૨ |
૧૧ |
|
શફાલી વર્મા |
૯૨ |
૨૨૯૯ |
૧૦ |
૮ |
|
જેમિમા રૉડ્રિગ્સ |
૧૧૪ |
૨૪૭૦ |
૧ |
૭ |
|
સ્મૃતિ માન્ધના |
૧૫૫ |
૪૦૨૧ |
૦ |
૭ |
|
દીપ્તિ શર્મા |
૧૩૦ |
૧૧૦૦ |
૧૪૮ |
૭ |


