Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > માત્ર ૬ રનથી ચૅમ્પિયન બનવાથી ચૂકી ગયેલા પંજાબને આ વખતે બનવું છે કિંગ

માત્ર ૬ રનથી ચૅમ્પિયન બનવાથી ચૂકી ગયેલા પંજાબને આ વખતે બનવું છે કિંગ

Published : 26 March, 2026 02:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ સીઝનમાં ૧૦ વર્ષ બાદ ફાઇનલ-પ્રવેશ કર્યા પછી બૅન્ગલોરે જરાક માટે પ્રથમ ટ્રોફી જીતવાની તક ગુમાવી : પુનરાવર્તન ન થાય એ માટે કૅપ્ટન ઐયર અને કોચ પૉન્ટિંગની જોડી ઘડી રહી છે સ્ટ્રૅટેજી

IPL 2026 પહેલાં ગઈ કાલે પંજાબ કિંગ્સે તેમના હોમ-ગ્રાઉન્ડ મુલ્લાપુર સ્ટેડિયમમાં ટીમની સફળતા માટે હવન-પૂજા રાખ્યાં હતાં. એમાં હેડ કોચ રિકી પૉન્ટિંગ, અસિસ્ટન્ટ કોચ બ્રૅડ હૅડિન, ‌સ્પિન બોલિંગ કોચ સાઈરાજ બહુતુલે વગેરે જોડાયા હતા.

IPL 2026 પહેલાં ગઈ કાલે પંજાબ કિંગ્સે તેમના હોમ-ગ્રાઉન્ડ મુલ્લાપુર સ્ટેડિયમમાં ટીમની સફળતા માટે હવન-પૂજા રાખ્યાં હતાં. એમાં હેડ કોચ રિકી પૉન્ટિંગ, અસિસ્ટન્ટ કોચ બ્રૅડ હૅડિન, ‌સ્પિન બોલિંગ કોચ સાઈરાજ બહુતુલે વગેરે જોડાયા હતા.


પંજાબ કિંગ્સની ટીમે ગઈ સીઝનમાં ફાઇનલમાં મળેલી માત્ર ૬ રનની હારના દરદને ભુલાવીને મેદાનમાં ઊતરવું પડશે. કૅપ્ટન શ્રેયસ ઐયર અને કોચ રિકી પૉન્ટિંગની જોડીનો જાદુ ગઈ સીઝનમાં જોવા મળ્યો હતો અને ૧૦ વર્ષ બાદ પંજાબ ટીમ ફાઇનલમાં પ્રવેશ કરવામાં સફળ રહી હતી, પણ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામે જરાક માટે હાથમાં આવેલી બાજી ગુમાવી દીધી હતી. એમાંથી બોધપોઠ લઈને ઐયર-પૉન્ટિંગ આ વખતે વધુ સાવધ થઈને યોજનાઓ બનાવી રહ્યા છે અને બન્ને લડાયક મિજાજ માટે જાણીતા હોવાથી આ વખતે પંજાબને કિંગ્સ બનવાની ભારોભાર શક્યતા છે.

મજબૂત બાજુઓ



પંજાબ ટીમની સૌથી મજબૂત બાજુઓ છે અનુભવી કોચ-કૅપ્ટનની જોડી, પ્રભસિમરણ સિંહ અને પ્રિયાંશ આર્યની સૉલિડ ઓપનિંગ જોડી, માર્કસ સ્ટૉઇનિસ, માર્કો યાનસેન અને અઝમતુલ્લાહ ઓમરઝાઈ જેવા ઑલરાઉન્ડરો તેમ જ અર્શદીપ સિંહ, લૉકી ફર્ગ્યુશન અને યુઝવેન્દ્ર ચહલ જેવા T20 ક્રિકેટના અનુભવી અને અસરકારક બોલરો.


પંજાબની પરેશાનીઓ

પંજાબની સૌથી નબળાઈ છે પ્રેશરમાં ફસડાઈ જવાની. એને લીધે જ મોસ્ટલી દરેક સીઝનમાં શાનદાર શરૂઆત કર્યા બાદ જરૂરિયાત વખતે ફસડાઈને જરાક માટે પ્લે-ઑફમાં પ્રવેશથી વંચિત રહી જાય છે. આ ઉપરાંત ટીમ પાસે પ્લેઇંગ ઇલેવનનાં અનેક ઑપ્શન હોવાથી ટીમ મૅનેજમેન્ટ એ માટે વધુપડતું ચિંતન કરી બેસે છે. ઉપરાંત સ્ટૉઇનિસ અને યાનસેન જેવા ઑલરાઉન્ડર પર વધુપડતો મદાર રાખે છે અને તે બન્ને ઈજાગ્રસ્ત થવાનો ઇતિહાસ ધરાવતા હોવાથી ટીમનું બૅલૅન્સ ગમે ત્યારે બગડી શકે છે.


262: T20 ક્રિકેટમાં આટલા રનનો હાઇએસ્ટ ટાર્ગેટ સફળતાપૂર્વક હાંસલ કરવાનો રેકૉર્ડ પંજાબ ટીમના નામે છે. આ કમાલ તેમણે ૨૦૨૪માં કલકત્તા સામે કરી હતી.

પંજાબ કિંગ્સનો રેકૉર્ડ

ટોટલ મૅચ : ૨૬૨

જીત : ૧૨૨

હાર : ૨૩

નો-રિઝલ્ટઃ ૧

જીતની ટકાવારી : ૪૬.૩૦ ટકા

604 ગઈ સીઝનમાં કૅપ્ટન ઐયરે ટીમ વતી સૌથી વધુ આટલા રન બનાવ્યા હતા અને ટીમનું ફાઇનલ-પ્રવેશનું એ મુખ્ય કારણ હતું.

પંજાબ કિંગ્સનો સીઝનવાઇસ પર્ફોર્મન્સ

૨૦૦૮        સેમી-ફાઇનલિસ્ટ

૨૦૦૯        પાંચમા ક્રમાંકે

૨૦૧૦        આઠમા ક્રમાંકે

૨૦૧૧        પાંચમા ક્રમાંકે

૨૦૧૨        છઠ્ઠા ક્રમાંકે

૨૦૧૩        છઠ્ઠા ક્રમાંકે

૨૦૧૪        રનર-અપ

૨૦૧૫        છેલ્લા ક્રમાંકે

૨૦૧૬        છેલ્લા ક્રમાંકે

૨૦૧૭        પાંચમા ક્રમાંકે

૨૦૧૮        સાતમા ક્રમાંકે

૨૦૧૯        છઠ્ઠા ક્રમાંકે

૨૦૨૦        છઠ્ઠા ક્રમાંકે

૨૦૨૧        છઠ્ઠા ક્રમાંકે

૨૦૨૨        છઠ્ઠા ક્રમાંકે

૨૦૨૩        આઠમા ક્રમાંકે

૨૦૨૪        નવમા ક્રમાંકે

૨૦૨૫        રનર-અપ

Whatsapp-channel Whatsapp-channel

26 March, 2026 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK