Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હવે સરપંચ સાહેબ સંભળાશે ટીમ ઇન્ડિયાની કમાન, T20Iમાં શ્રેયર અય્યરે લીધી SKYની જગ્યા

હવે સરપંચ સાહેબ સંભળાશે ટીમ ઇન્ડિયાની કમાન, T20Iમાં શ્રેયર અય્યરે લીધી SKYની જગ્યા

Published : 06 June, 2026 02:42 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Shreyas Iyer replaces Suryakumar Yadav as India’s new T20I Captain: બીસીસીઆઈએ લીધો મોટો નિર્ણય - શ્રેયસ અય્યર ભારતીય T20 ટીમનો નવો કેપ્ટન, સૂર્યકુમાર યાદવ ટીમમાંથી બહાર; આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટેની ભારતીય T20 આંતરરાષ્ટ્રીય ટીમની જાહેરાત

‘સરપંચ સાહેબ’ ઉર્ફ શ્રેયસ અય્યર

‘સરપંચ સાહેબ’ ઉર્ફ શ્રેયસ અય્યર


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (Board of Control for Cricket in India)એ એક મોટો નિર્ણય લેતા ૩૧ વર્ષીય ‘સરપંચ સાહેબ’ ઉર્ફ શ્રેયસ અય્યર (Shreyas Iyer)ને ભારતીય પુરુષ T20 ક્રિકેટ ટીમ (India’s T20I Cricket Team)નો નવો કેપ્ટન જાહેર કર્યો છે. જૂન-જુલાઈમાં યોજાનારા ભારતના આયર્લેન્ડ (Ireland) અને ઇંગ્લેન્ડ (England) પ્રવાસ તેમજ સપ્ટેમ્બર મહિનાથી જાપાનમાં શરૂ થઈ રહેલી એશિયન ગેમ્સ ૨૦૨૬ (Asian Games 2026) માટે અય્યર ટીમને લીડ કરશે. બીજી તરફ, ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા ૩૫ વર્ષીય સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)ને ટીમમાંથી સંપૂર્ણપણે બહાર કરી દેવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શનિવારે જૂન અને જુલાઈ મહિનામાં યોજાનારા અનુક્રમે આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટેની ભારતીય T20 આંતરરાષ્ટ્રીય ટીમ (India’s T20I Team)ની જાહેરાત કરી દીધી છે.



શ્રેયસ અય્યરના હાથમાં ટીમની સુકાની, તિલક વર્મા વાઇસ કેપ્ટન


બીસીસીઆઈ દ્વારા લેવાયેલા એક મોટા નિર્ણયમાં શ્રેયસ અય્યરને T20 ટીમનો નવો કેપ્ટન (Shreyas Iyer replaces Suryakumar Yadav as India’s new T20I Captain) બનાવવામાં આવ્યો છે. તેણે T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવનું સ્થાન લીધું છે, જેને આ પ્રવાસ માટે ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો છે.

શ્રેયસ અય્યર ૩ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ બેંગલુરુ (Bengaluru)માં ઓસ્ટ્રેલિયા (Australia) સામે રમાયેલી મેચ બાદ પ્રથમ વખત રાષ્ટ્રીય T20 ટીમમાં વાપસી કરી રહ્યો છે. આઈપીએલ (IPL)માં અય્યરના શાનદાર નેતૃત્વના રેકોર્ડ અને બેટિંગમાં તેના સાતત્યપૂર્ણ પ્રદર્શનને જોતા સિલેક્ટર્સે તેની પસંદગી કરી છે. મધ્યમ ક્રમના બેટ્સમેન તિલક વર્મા (Tilak Varma)ને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.


વૈભવ સૂર્યવંશીને ટીમમાં મળ્યું સ્થાન

આ ટીમ સિલેક્શનનું સૌથી મોટું આકર્ષણ ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશી (Vaibhav Sooryavanshi) રહ્યો છે, જેને રાજસ્થાન રોયલ્સ માટે આઈપીએલ ૨૦૨૬ની સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ પ્રથમ વખત ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. માત્ર ૧૫ વર્ષ અને ૭૧ દિવસની ઉંમરે ટીમમાં પસંદગી પામીને વૈભવ સૂર્યવંશી ભારતીય ક્રિકેટ ટીમના ઇતિહાસમાં સ્થાન મેળવનારો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. આ સાથે જ તેણે મહાન ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)નો વર્ષો જૂના રેકોર્ડને પણ તોડી નાખ્યો છે.

બુમરાહને આરામ, આઈપીએલ સ્ટાર પ્રિન્સ યાદવની એન્ટ્રી

બીજી તરફ, ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah)ને આ બંને પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો છે. જો કે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી એશિયન ગેમ્સ માટેની ભારતીય ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી આઈપીએલ ૨૦૨૬માં શાનદાર પ્રદર્શન કરનારા ઝડપી બોલર પ્રિન્સ યાદવ (Pricne Yadav)ને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસની ટીમમાં સ્થાન મળ્યું છે. પ્રિન્સે તાજેતરમાં જ પૂરી થયેલી આઈપીએલ સીઝનમાં પોતાની પ્રચંડ ગતિથી પ્રભાવિત કરતા ૧૪ મેચમાં ૮.૮૨ ના ઇકોનોમી રેટથી ૧૬ વિકેટ ઝડપી હતી.

મેચોનું શિડ્યુઅલ

ભારતીય ટીમ ૨૬ થી ૨૮ જૂન દરમિયાન બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામે બે મેચની T20 સિરીઝ રમશે. ત્યારબાદ ૧ થી ૧૧ જુલાઈ દરમિયાન ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની T20 સિરીઝ રમાશે.

આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટેની ભારતીય ટીમ

બંને પ્રવાસ માટે સમાન સ્ક્વોડની જાહેરાત કરવામાં આવી છે.

શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકિપર), ઇશાન કિશન (વિકેટકિપર), શિવમ દુબે, તિલક વર્મા (વાઇસ કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વૈભવ સૂર્યવંશી, પ્રિન્સ યાદવ

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2026 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK