પહેલાં નિષ્ણાત સ્પોર્ટ્સ ડૉક્ટર્સ અલ્ટ્રાસાઉન્ડ સ્કૅનનાં પરિણામોની સમીક્ષા કરશે
શ્રેયસ ઐયર
સ્ટાર બૅટર શ્રેયસ ઐયરને નિષ્ણાત ડૉક્ટરોની સમીક્ષા બાદ ડિસેમ્બરના મધ્યમાં રીહૅબિલિટેશનનો પ્લાન મળશે. બૅન્ગલોરમાં BCCIના સેન્ટર ઑફ એક્સલન્સમાં તેની ફિટ થવાની પ્રક્રિયા શરૂ થાય એ પહેલાં નિષ્ણાત સ્પોર્ટ્સ ડૉક્ટર્સ અલ્ટ્રાસાઉન્ડ સ્કૅનનાં પરિણામોની સમીક્ષા કરશે. આ સ્કૅન ઐયરની બરોળ અને આસપાસની પેશીઓની સારવાર બાદની સ્થિતિનું સ્પષ્ટ ચિત્ર આપશે. સ્કૅનનાં રિઝલ્ટ સકારાત્મક હશે તો શ્રેયસ ઐયરની ફિટનેસ-ટ્રેઇનિંગ ફરી શરૂ થશે જેનાથી તે પ્રોફેશનલ ક્રિકેટમાં પરત ફરી શકશે.


