Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાન સામે ૬૫ રનમાં ત્રણ વિકેટ ગુમાવનાર શ્રીલંકાએ ત્રીજા દિવસના અંતે ૪ વિકેટે ૪૦૪ રન કર્યા

પાકિસ્તાન સામે ૬૫ રનમાં ત્રણ વિકેટ ગુમાવનાર શ્રીલંકાએ ત્રીજા દિવસના અંતે ૪ વિકેટે ૪૦૪ રન કર્યા

Published : 12 November, 2026 09:23 AM | Modified : 12 November, 2026 10:14 AM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાંચમી વિકેટ માટે શ્રીલંકાએ ૨૪૯ રનની ભાગીદારી નોંધાવી.

ધનંજય ડી સિલ્વાએ કરીઅરની ૧૪ મી ટેસ્ટ-સદી નોંધાવી, કુસલ મેન્ડિસે કૅપ્ટન તરીકે પહેલી અને પ્લેયર તરીકે ૧૧મી ટેસ્ટ-સદી ફટકારી

ધનંજય ડી સિલ્વાએ કરીઅરની ૧૪ મી ટેસ્ટ-સદી નોંધાવી, કુસલ મેન્ડિસે કૅપ્ટન તરીકે પહેલી અને પ્લેયર તરીકે ૧૧મી ટેસ્ટ-સદી ફટકારી


બે ટેસ્ટ-મૅચની સિરીઝની પહેલી મૅચના ત્રીજા દિવસના અંતે પાકિસ્તાન માટે માત્ર ૩૦ રનની લીડ બચી હતી. પાકિસ્તાને પાંચ બૅટર્સના ફિફ્ટી પ્લસના સ્કોરની મદદથી પહેલી ઇનિંગ્સમાં ૧૦૬.૩ ઓવર રમીને ૪૩૪-૯ના સ્કોરે પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. શ્રીલંકાએ પાંચમી વિકેટની ૨૪૯ રનની પાર્ટનરશિપના આધારે ગઈ કાલે પહેલી ઇનિંગ્સમાં ૧૦૨ ઓવર રમીને સ્કોર ૪૦૪-૪ સુધી પહોંચાડ્યો હતો.

ત્રીજા દિવસે શ્રીલંકાએ ૧૧૪-૩ના સ્કોરથી પહેલી ઇનિંગ્સને આગળ વધારી હતી. ૧૬.૫ ઓવરમાં ૬૫ રનના સ્કોરે આ ટીમે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. કામિન્દુ મેન્ડિસે ચોથા ક્રમે રમીને ૧૩૧ બૉલમાં ૫૮ રનનું યોગદાન આપ્યું હતું.



દિવસના અંત સુધી પાંચમી વિકેટ માટે ૩૬૦ બૉલમાં ૨૪૯ રનની અણનમ ભાગીદારી થઈ હતી. ધનંજય ડી સિલ્વા ૨૪૧ બૉલમાં ૨૦ ફોરની મદદથી ૧૬૭ રન અને કૅપ્ટન કુસલ મેન્ડિલ ૧૮૮ બૉલમાં ૧૦ ફોર, ૪ સિક્સના આધારે ૧૧૭ રન કરીને રમી રહ્યો છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ અબ્બાસ અને સાકિબ ખાનને બે-બે વિકેટ મળી હતી.


લાહોરની ટેસ્ટ-મૅચ પણ રાવલપિંડી ખસેડાઈ

ટેસ્ટ-સિરીઝની બીજી મૅચ ૧૭ નવેમ્બરથી લાહોરમાં રમાવાની હતી જોકે એ મૅચને પણ રાવલપિંડીમાં શિફ્ટ કરવામાં આવી છે. લાહોર વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાંનું એક છે. હાલની હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્મોગને કારણે રમત અને બ્રૉડકાસ્ટિંગમાં ખલેલ પહોંચી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 10:14 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK