સ્મૃતિએ ૧૬૦ મૅચમાં ૧ સદી અને ૩૩ ફિફ્ટીના આધારે ૪૨૩૧ રન કર્યા છે
સ્મૃતિ માન્ધના, રોહિત શર્મા, વિરાટ કોહલી
મેન્સ T20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલો રોહિત શર્મા હજી પણ ભારતીય મેન્સ ટીમ માટે આ ફૉર્મેટમાં સૌથી વધુ રન કરનાર ખેલાડી છે. તેણે ૧૬૦ મૅચમાં પાંચ સદી અને ૩૨ ફિફ્ટીની મદદથી ૪૨૩૧ રન કર્યા છે. વિરાટ કોહલી ૧૨૫ મૅચમાં ૧ સદી અને ૩૮ ફિફ્ટીની મદદથી ૪૧૮૮ રન સાથે આ લિસ્ટમાં અત્યાર સુધી બીજા ક્રમે હતો.
ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ મૅચની સિરીઝમાં સ્મૃતિ માન્ધનાએ ૧૨૯ રન કરીને T20 ઇન્ટરનૅશનલમાં ભારતીય તરીકે સૌથી વધુ રન કરવાના મામલે વિરાટને પાછળ છોડીને રોહિતની બરાબરી કરી લીધી છે.
ADVERTISEMENT
સ્મૃતિએ ૧૬૦ મૅચમાં ૧ સદી અને ૩૩ ફિફ્ટીના આધારે ૪૨૩૧ રન કર્યા છે. વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ન્યુ ઝીલૅન્ડની સુઝી બૅટ્સ (૧૭૭ મૅચમાં ૪૭૧૬ રન) બાદ સ્મૃતિ હાઇએસ્ટ રન-સ્કોરરના લિસ્ટમાં બીજા ક્રમે છે.
