Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાંથી સાઉથ આફ્રિકાના ૪ બોલર્સ આઉટ

ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાંથી સાઉથ આફ્રિકાના ૪ બોલર્સ આઉટ

Published : 24 September, 2026 03:54 PM | IST | Potchefstroom
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉથ આફ્રિકા સામે છેલ્લે ૨૦૧૪માં વન-ડે સિરીઝ જીત્યા હતા કાંગારૂઓ 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


યજમાન સાઉથ આફ્રિકા અને મહેમાન ટીમ ઑસ્ટ્રેલિયા વચ્ચે આજથી ત્રણ વન-ડે મૅચની સિરીઝ શરૂ થશે. ભારતીય સમય અનુસાર પહેલી બે મૅચ બપોરે ૧.૩૦ વાગ્યે અને અંતિમ મૅચ સાંજે પાંચ વાગ્યે શરૂ થશે. 
ઑસ્ટ્રેલિયા સામેની આ મહત્ત્વપૂર્ણ સિરીઝમાંથી સાઉથ આફ્રિકાના ૪ મહત્ત્વપૂર્ણ ફાસ્ટ બોલર્સ બહાર થઈ ગયા છે. કૅગિસો રબાડા, લુન્ગી ઍન્ગિડી, ક્વેના માફાકા અને ઓટનિલ બાર્ટમૅન હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે સિરીઝમાં નહીં રમી શકશે.
ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ૧૫ વન-ડે સિરીઝ રમાઈ છે. છેલ્લી પાંચ સહિત ૯ સિરીઝમાં સાઉથ આફ્રિકા વિજેતા બન્યું છે. ઑસ્ટ્રેલિયા ૪ સિરીઝ જીત્યું છે. ૧૯૯૪ અને ૨૦૦૦ની સિરીઝ ડ્રૉ રહી હતી. ઑસ્ટ્રેલિયા આ હરીફ સામે છેલ્લે ૨૦૧૪ની સિરીઝ જીત્યું હતું. સાઉથ આફ્રિકામાં તેઓ છેલ્લે ૨૦૧૧ની વન-ડે સિરીઝ જીત્યા હતા. બન્ને વચ્ચે રમાયેલી ૧૧૩ વન-ડે મૅચમાંથી સાઉથ આફ્રિકા ૫૭ મૅચમાં અને ઑસ્ટ્રેલિયા બાવન મૅચમાં વિજેતા રહ્યું છે. ૩ મૅચ ટાઇ રહી છે અને એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. બન્ને વચ્ચે ૨૦૨૫ના ઑગસ્ટમાં રમાયેલી અંતિમ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ૨૭૬ રનની જીત મેળવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2026 03:54 PM IST | Potchefstroom | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK