Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કાંગારૂઓ સામે સાઉથ આફ્રિકાએ સ્કોર છેક ૪૨૫ સુધી પહોંચાડી દીધો

કાંગારૂઓ સામે સાઉથ આફ્રિકાએ સ્કોર છેક ૪૨૫ સુધી પહોંચાડી દીધો

Published : 21 October, 2026 11:21 AM | Modified : 21 October, 2026 12:25 PM | IST | South Africa
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

450 :- આટલી ટેસ્ટ-વિકેટ લેનાર વિશ્વનો પહેલો ડાબા હાથનો બોલર (ફાસ્ટ અને સ્પિનર) બન્યો મિચલ સ્ટાર્ક.

સાઉથ આફ્રિકન કૅપ્ટન ટેમ્બા બવુમાએ ૩૩૪ બૉલમાં ૧૮ ફોર, ૧ સિક્સના આધારે ૧૭૯ રન ઝૂડ્યા હતા

સાઉથ આફ્રિકન કૅપ્ટન ટેમ્બા બવુમાએ ૩૩૪ બૉલમાં ૧૮ ફોર, ૧ સિક્સના આધારે ૧૭૯ રન ઝૂડ્યા હતા


બીજી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે સાઉથ આફ્રિકાએ કાંગારૂઓ સામે ૪૨૨ રનની શાનદાર લીડ જાળવી રાખી હતી. પહેલી ઇનિંગ્સ સાઉથ આફ્રિકાએ ૧૨૭.૧ ઓવરમાં ૪૨૫-૯ના સ્કોર પર ડિક્લેર કરી હતી. જવાબમાં દિવસના અંતે ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગ્સમાં ૪ ઓવરમાં એક વિકેટે ૩ રન કર્યા હતા.

પાંચમા ક્રમે રમી રહેલા ટેમ્બા બવુમાએ ૩૩૪ બૉલમાં ૧૮ ફોર, ૧ સિક્સના આધારે ૧૭૯ રન ફટકાર્યા હતા. નવમા ક્રમે બૅટિંગ કરીને માર્કો યાન્સેને ૧૦૦ બૉલમાં ૯ ફોર, ૩ સિક્સના આધારે ૮૫ રન કર્યા હતા. દસમા ક્રમે રમીને સાઇમન હાર્મરે ૧૫૭ બૉલમાં ૧૦ ફોર, ૧ સિક્સ ફટકારીને ૮૨ રન કર્યા હતા. ફાસ્ટ બોલર્સ સ્કૉટ બોલૅન્ડને પાંચ વિકેટ અને મિચલ સ્ટાર્કને ૩ વિકેટ મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2026 12:25 PM IST | South Africa | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK