Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Sports Update : બંગલાદેશી ક્રિકેટર્સ IPL 2027ના ઑક્શન માટે કરાવી રહ્યા છે નોંધણી

Sports Update : બંગલાદેશી ક્રિકેટર્સ IPL 2027ના ઑક્શન માટે કરાવી રહ્યા છે નોંધણી

Published : 13 November, 2026 08:57 AM | Modified : 13 November, 2026 09:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંગલાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા પુષ્ટિ આપવામાં આવી છે કે ‘મુસ્તફિઝુર રહમાન, નાહિદ રાણા, રિશાદ હુસૈન, હસન મહમૂદ, તૌહિદ હૃદય, તસ્કીન અહમદે ઑક્શન માટે નોંધણી કરી છે.

મુસ્તફિઝુર રહમાન

મુસ્તફિઝુર રહમાન


ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા IPL 2027ના ઑક્શનમાં બંગલાદેશી ક્રિકેટર્સ માટે દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે. બન્ને દેશો વચ્ચેના તનાવને કારણે IPL 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સે જે ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને રિલીઝ કર્યો હતો તેણે પણ ઑક્શનમાં નામ નોંધાવ્યું છે.

બંગલાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા પુષ્ટિ આપવામાં આવી છે કે ‘મુસ્તફિઝુર રહમાન, નાહિદ રાણા, રિશાદ હુસૈન, હસન મહમૂદ, તૌહિદ હૃદય, તસ્કીન અહમદે ઑક્શન માટે નોંધણી કરી છે.’
અગાઉની વચગાળાની બંગલાદેશ સરકારે સુરક્ષા વિશે ચિંતા વ્યક્ત કરીને T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતમાં પોતાની મેન્સ ટીમ મોકલી નહોતી.



ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝ માટે રિષભ પંતને ફિટનેસ ક્લિયરન્સ મળ્યું


શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટેસ્ટ-ટીમને રાહતના સમાચાર મળ્યા છે. વિકેટકીપર-બૅટર રિષભ પંતને ભારતીય ક્રિકેટ બોર્ડના બૅન્ગલોર સ્થિત સેન્ટર ઑફ એક્સલન્સ તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળી ગયું છે.

૧૦ અને ૧૧ નવેમ્બરના દિવસે રિષભ પંતે બે ફિટનેસ અને સિમ્યુલેશન ટેસ્ટ આપ્યા પછી તેને ફિટ જાહેર કરવામાં આવ્યો છે. રિષભ પંતને ઈરાની કપની મૅચ દરમ્યાન સાઇડ સ્ટ્રેનમાં ઇન્જરી થઈ હતી. આ ઇન્જરીને કારણે રિષભ પંત ઇન્ડિયા A માટે ૩ અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચમાં ભાગ લઈ શક્યો નહોતો.


સંજુ સૅમસને પોતાની ૩૨મી વર્ષગાંઠ પર કેરલમની મહિલા ચાહકને ઘર ગિફ્ટ કર્યું

બુધવારે ભારતીય ઓપનર સંજુ સૅમસન ૩૨ વર્ષનો થયો હતો. વર્ષગાંઠના દિવસે સંજુ સૅમસને પોતાના ફાઉન્ડેશન થકી કેરલમની એક મહિલા ચાહકને મોટી ગિફ્ટ આપી હતી. સૅમસનની મમ્મીએ આ મહિલા ચાહકને ઘરની ચાવી આપીને ગૃહપ્રવેશ કરાવ્યો હતો. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.

ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસન ૪૪ વર્ષની ઉંમરે સરે ક્લબ સાથે ક્રિકેટ-કરીઅર આગળ વધારશે

ઇંગ્લૅન્ડ માટે સૌથી વધુ ઇન્ટરનૅશનલ વિકેટ લેનાર ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસન ૨૦૨૭માં સરે સાથે પોતાની કાઉન્ટી ચૅમ્પિયનશિપ આગળ વધારશે. જેમ્સ ઍન્ડરસન કહે છે કે સરે જેવી ક્લબમાં જોડાવું એ સન્માનની વાત છે, મારી પાસે ટીમ માટે ઘણું યોગદાન આપવાની ક્ષમતા છે.

લૅન્કેશર ક્રિકેટ ક્લબે હાલમાં જેમ્સ ઍન્ડરસન સાથેનો પચીસ વર્ષનો સંબંધ સમાપ્ત કર્યો હતો. ૨૦૨૬માં તેણે ટીમ માટે કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં ૫૦ વિકેટ લીધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

13 November, 2026 09:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK