Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Sports Updates: જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિમાં ૫૧૦૦થી વધુ બાળકોએ ભાગ લીધો

Sports Updates: જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિમાં ૫૧૦૦થી વધુ બાળકોએ ભાગ લીધો

Published : 17 February, 2026 09:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Sports Updates: MCAએ પહેલી T20 મુંબઈ વિમેન્સ લીગ લૉન્ચ કરવાની તૈયારી શરૂ કરી અને વધુ સમાચાર

જુનિયર ટાઇટન્સે ૩ આવૃત્તિઓ દ્વારા ગુજરાતનાં ૧૩ શહેરોમાં ૧૫,૦૦૦થી વધુ બાળકોને જોડ્યાં છે

જુનિયર ટાઇટન્સે ૩ આવૃત્તિઓ દ્વારા ગુજરાતનાં ૧૩ શહેરોમાં ૧૫,૦૦૦થી વધુ બાળકોને જોડ્યાં છે


IPL ફ્રૅન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિનું આયોજન હાલમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી અને આણંદમાં કર્યું હતું. ગુજરાતભરની ૧૦૦થી વધુ સરકારી અને ખાનગી શાળાઓનાં ૫૧૦૦થી વધુ બાળકોએ એમાં ભાગ લીધો હતો. ગુજરાત ટાઇટન્સની લેટ્સ સ્પોર્ટ આઉટ પહેલનો ઉદ્દેશ ૧૪ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ અને શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે. જુનિયર ટાઇટન્સે ૩ આવૃત્તિઓ દ્વારા ગુજરાતનાં ૧૩ શહેરોમાં ૧૫,૦૦૦થી વધુ બાળકોને જોડ્યાં છે.

MCAએ પહેલી T20 મુંબઈ વિમેન્સ લીગ લૉન્ચ કરવાની તૈયારી શરૂ કરી



મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) પહેલવહેલી T20 મુંબઈ વિમેન્સ લીગની સીઝન માટેની ટીમોની શોધમાં છે. T20 મુંબઈ વિમેન્સ લીગની ગવર્નિંગ બૉડીએ ૩ ટીમોના સંચાલનના અધિકાર માટે રસ ધરાવતા અને લાયક પક્ષો પાસેથી બિડ્સ આમંત્રિત કરી છે. રસ ધરાવતાં ગ્રુપોએ MCA કાર્યાલય પરથી બિડનાં ફૉર્મ-ડૉક્યુમેન્ટ્સ મેળવીને મુંબઈ ક્રિકેટ અસોસિએશનના નામે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ૨૫,૦૦૦ રૂપિયાની બિન-રીફન્ડપાત્ર ફી ચૂકવવાની રહેશે. બિડ્સના દસ્તાવેજો ૨૫ ફેબ્રુઆરીએ સાંજે ૬ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.


ન્યુ ઝીલૅન્ડની નવી ઑલ-ફૉર્મેટ કૅપ્ટન બની પચીસ વર્ષની મેલી કેર


વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ૩ મહિના પહેલાં ન્યુ ઝીલૅન્ડની વિમેન્સ ટીમની નવી ઑલ-ફૉર્મેટ કૅપ્ટન તરીકે મેલી કેરને નિયુક્ત કરવામાં આવી છે. પચીસ વર્ષની સ્પિન-ઑલરાઉન્ડર મેલી કેર અનુભવી ઑલરાઉન્ડર સોફી ડિવાઇનના સ્થાને આ પદની જવાબદારી સંભાળશે. સોફી ડિવાઇને વન-ડે વર્લ્ડ કપ 2025 પછી કૅપ્ટન્સી છોડી દીધી હતી. ન્યુ ઝીલૅન્ડ માટે નવેમ્બર ૨૦૧૬થી ક્રિકેટ રમી રહેલી મેલી કેરે આ પહેલાં ૪ વાઇટ-બૉલ ફૉર્મેટની મૅચમાં કૅપ્ટન્સી કરી છે. તેની આગેવાનીમાં કિવી ટીમ બન્ને વન-ડે મૅચ હારી છે જ્યારે બે T20 મૅચમાંથી એક હાર અને એક જીત મળી હતી. વન-ડે ફૉર્મેટની ૮૪ મૅચમાં તેણે ૨૩૦૪ રન કરવાની સાથે ૧૦૪ વિકેટ લીધી છે, જ્યારે ન્યુ ઝીલૅન્ડ માટે ૮૮ T20 મૅચમાં તેના આંકડા ૧૪૫૩ રન અને ૯૫ વિકેટના છે. આગામી ૩ વર્ષમાં તેની સામે T20 વર્લ્ડ કપ 2026, T20 ચૅમ્પિયન્સ ટ્રોફી 2027, ૨૦૨૮માં ઑલિમ્પિક્સ અને T20 વર્લ્ડ કપમાં ન્યુ ઝીલૅન્ડની આગેવાની કરવાનો પડકાર રહેશે. ૨૦૧૬માં ૧૬ વર્ષની ઉંમરે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર મેલી કેરે કહ્યું હતું કે ‘ન્યુ ઝીલૅન્ડનું પ્રતિનિધિત્વ કરવાનું મારું બાળપણનું સ્વપ્ન હતું અને હવે મારા દેશની કૅપ્ટન્સી કરવાની તક મેળવવી એ એક મોટો લહાવો છે.’ આ મહિનાના અંતમાં મેલી કેર ઝિમ્બાબ્વે સામેની ઘરઆંગણાની સિરીઝમાં પહેલી વખત રેગ્યુલર કૅપ્ટન તરીકે મેદાન પર ઊતરશે. 

Whatsapp-channel Whatsapp-channel

17 February, 2026 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK